Yashasvi Jaiswal: કોહલીને લાગ્યા 6 વર્ષ, યશસ્વીએ 7 મહિનામાં કર્યો કમાલ, ઈંગ્લેન્ડ સામે બનાવ્યો મહારેકોર્ડ
IND vs ENG: ભારતના યુવા ઓપનર યશસ્વી જયસ્વાલે ધર્મશાલા ટેસ્ટમાં ઘણા રેકોર્ડ તેના નામે કર્યાં છે. તેણે આ સિરીઝમાં 700 રન બનાવી કોહલીનો રેકોર્ડ તોડી દીધો છે. આ સાથે યશસ્વીએ પોતાના ટેસ્ટ કરિયરમાં 1000 રન પૂરા કર્યાં છે.
Trending Photos
IND vs ENG 5th Test: ધર્મશાલામાં રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલે 1 રન બનાવતા વિરાટ કોહલીનો સાત વર્ષ જૂનો રેકોર્ડ તોડી દીધો છે. તે ઈંગ્લેન્ડ વિરુદ્ધ એક ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટર બની ગયો છે. આ પહેલા રેકોર્ડ વિરાટ કોહલીના નામે હતો. કોહલીએ 655 રન 2016-2017ની ટેસ્ટ સિરીઝમાં બનાવ્યા હતા. રસપ્રદ વાત છે કે કોહલીએ ટેસ્ટ પર્દાપણ કર્યા બાદ છ વર્ષ પછી આ રન બનાવ્યા હતા. તો જયસ્વાલે પર્દાપણના 7 મહિનામાં કોહલીનો રેકોર્ડ તોડી દીધો છે.
ટોપ પર પહોંચ્યો યશસ્વી
ધર્મશાલા ટેસ્ટ મેચમાં યશસ્વી જયસ્વાલે માત્ર 1 રન બનાવતા કોહલીનો રેકોર્ડ તોડી દીધો હતો. કોહલી ઈંગ્લેન્ડ વિરુદ્ધ કોઈ એક ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ 655 રન બનાવનાર ભારતીય બેટર હતો. હવે આ રેકોર્ડ યશસ્વીના નામે થઈ ગયો છે. યશસ્વીએ પોતાની ઈનિંગ દરમિયાન ટેસ્ટ ક્રિકેટમાં 1000 રન પણ પૂરા કર્યા હતા.
ઈંગ્લેન્ડ સામે એક ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય
યશસ્વી જયસ્વાલ - 700+ રન, 2024
વિરાટ કોહલી - 655 રન, 2016
રાહુલ દ્રવિડ - 602 રન, 2002
વિરાટ કોહલી - 593 રન, 2018
વિજય માંજરેકર - 586 રન, 1961
ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ રન
ગ્રેહામ ગૂચ - 3 મેચ, 752 રન
જો રૂટ – 5 મેચ, 737 રન
યશસ્વી જયસ્વાલ - 4 મેચ, 656+ રન*
વિરાટ કોહલી - 5 મેચ, 655 રન
માઈકલ વોન – 4 મેચ, 615 રન
ટેસ્ટ કરિયરમાં પૂરા કર્યા 1000 રન
યશસ્વી જયસ્વાલે આ ઈનિંગ દરમિયાન પોતાના ટેસ્ટ કરિયરમાં 1000 રન પૂરા કર્યા હતા. યશસ્વીએ માત્ર પોતાની આઠમી ટેસ્ટની 16મી ઈનિંગમાં 1000 રન પૂરા કર્યાં છે. તે ટેસ્ટમાં સૌથી ઝડપી એક હજાર રન પૂરા કરવામાં બીજા ક્રમે પહોંચી ગયો છે. વિનોદ કાંબલીએ 14 ઈનિંગમાં 1000 ટેસ્ટ રન પૂરા કર્યા હતા. જ્યારે પૂજારાએ 18 ઈનિંગ, મયંક અગ્રવાલે 19 ઈનિંગ અને સુનીલ ગાવસ્કરે 21 ઈનિંગમાં 1000 રન પૂરા કર્યાં હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે