WTC Final માં ગુજરાતના ગીતાબા લંડનમાં ગાશે 'જન ગણ મન..! અંગ્રેજોની ધરતી પર ગૂંજશે ભારતનું રાષ્ટ્રગીત

WTC ફાઈનલમાં ગીતાબા ઝાલા ભારતનું રાષ્ટ્રગીત ગાશે. બ્રિટિશ ઈન્ડિયન એવા ગીતાબા ઝાલાને ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ દ્વારા રાષ્ટ્રગીત ગાવા માટે આમંત્રિત કર્યા.

WTC Final માં ગુજરાતના ગીતાબા લંડનમાં ગાશે 'જન ગણ મન..! અંગ્રેજોની ધરતી પર ગૂંજશે ભારતનું રાષ્ટ્રગીત

WTC Final/ઝી બ્યૂરો, અમદાવાદઃ આજથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો પ્રારંભ થઈ રહ્યો છે. ક્રિકેટના મક્કા કહેવાતા ઈંગ્લેન્ડમાં રમાઈ રહી છે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ. ઈંગ્લેન્ડના સૌથી ખુબસુરત શહેર એવા લંડનમાં રમાઈ રહી છે WTC ની ફાઈનલ. આજે ભારત અને ઓસ્ટ્રેલિયા સફેદ કપડામાં સામ-સામે જોવા મળશે. એક તરફ ભારતીય ટીમ ઈતિહાસ રચવાની દિશામાં આગેકૂચ કરી રહી છે. તો બીજી તરફ ગુજરાતની એક દિકરી પણ આ ક્રિકેટ મેચ થકી ઈતિહાસમાં પોતાનું નામ અંકિત કરાવી રહી છે.

લંડનમાં રહેતા મૂળ ગુજરાતના ધંધૂકાના વતની એવા ગીતા બા ઝાલા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ગાશે ભારતનું રાષ્ટ્રગીત. જન ગણ મન...થી ગૂંજી ઉઠશે ઈંગ્લેન્ડનું ગ્રાઉન્ડ. ગુજરાતના અમદાવાદ જિલ્લામાં આવેલાં ધંધુકા તાલુકાના અડવાળ ગામની દીકરી લંડનમાં ભારતને બહુમાન અપાવશે. ઉલ્લેખનીય છેકે, આજે લંડનના ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) યોજાશે. ક્રિકેટ મેચ પહેલા બન્ને દેશના રાષ્ટ્રગીત ગવાશે. જેમાં ભારતનું રાષ્ટ્રગીત ‘જન ગણ મન અધિનાયક જય હૈ... ભારત ભાગ્ય વિધાતા' ગાવાની તક ગુજરાતના અડવાળ ગામની દીકરી ગીતાબા ” ઝાલાને મળી છે. 

ગીતાબા ઝાલાએ કહ્યું કે, 'એક ગુજરાતી તરીકે મારા માટે ગર્વની બાબત છે કે હું બ્રિટનમાં રહેતા હજારો ઈન્ડિયન્સ અને ભારતની મેચ જોવા આવેલા ભારતીય લોકોની હાજરીમાં ભારતનું રાષ્ટ્રગીત ગાઈશ. LCBએ ગીતાબાને રાષ્ટ્રગીત ગાવા માટે આમંત્રિત કર્યા છે. ગીતા બા ઝાલા એક જાણીતા સિંગર છે. ગીતાબા૧૯૯૨માંડિસ્ટ્રિક્ટક્રિકેટ રમી ચૂક્યા છે. ગીતા બાનું મૂળ વતન અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં આવેલું અડવાળ ગામ છે. તેમનો જન્મ બ્રિટનમાં થયો છે. તેઓ રાજસ્થાનના અજમેરમાં અભ્યાસ કરતા હતા તે સમયે તેમણે અજમેર ડિસ્ટ્રિક્ટની ગર્લ્સ ક્રિકેટ ટીમમાં ભાગ લીધો હતો. નાનપણથી તેમને ક્રિકેટનો શોખ છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news