WPL 2023 માં સાનિયા મિર્ઝાની થઈ એન્ટ્રી, સ્મૃતિ મંદાના ઋચા ઘોષની ટીમે આપી આ મોટી જવાબદારી

રોયલ ચેલન્જર્સ બેંગ્લોરે મહિલા પ્રીમીયર લીગ (WPL) ની પહેલી સીઝન માટે ભારતીય ટેનિસ દિગ્ગજ સાનિયા મિર્ઝાને પોતાની મહિલા ટીમ માટે મોટી જવાબદારી સોંપી છે. છ ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીતનારી સાનિયાની કરિયર 20 વર્ષ જેટલી લાંબી છે. તેણે 43 WTA ખિતાબ જીત્યા છે. આરસીબીની ટીમે એક નિવેદનમાં જણાવ્યું કે સાનિયા મહિલાઓ માટે રોલ મોડલ છે. 

WPL 2023 માં સાનિયા મિર્ઝાની થઈ એન્ટ્રી, સ્મૃતિ મંદાના ઋચા ઘોષની ટીમે આપી આ મોટી જવાબદારી

રોયલ ચેલન્જર્સ બેંગ્લોરે મહિલા પ્રીમીયર લીગ (WPL) ની પહેલી સીઝન માટે ભારતીય ટેનિસ દિગ્ગજ સાનિયા મિર્ઝાને પોતાની મહિલા ટીમ માટે મોટી જવાબદારી સોંપી છે. છ ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીતનારી સાનિયાની કરિયર 20 વર્ષ જેટલી લાંબી છે. તેણે 43 WTA ખિતાબ જીત્યા છે. આરસીબીની ટીમે એક નિવેદનમાં જણાવ્યું કે સાનિયા મહિલાઓ માટે રોલ મોડલ છે અને તેમના વૈશ્વિક કદના કારણે આરસીબી ટીમ મેનેજમેન્ટે આરસીબીની મહિલા ટીમને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડવા માટે જોડ્યા છે. 

ટીમે સાનિયા મિર્ઝાને પોતાની મહિલા ટીમના મેન્ટર બનાવ્યા છે. અત્રે જણાવવાનું કે હાલમાં જ સમાપ્ત થયેલી વુમેન્સ પ્રીમીયર લીગની હરાજીમાં આરસીબીએ ભારતની બેટર સ્મૃતિ મંદાના, ઓસ્ટ્રેલિયાન ઓલરાઉન્ડર એલિસે પેરી, ઓસ્ટ્રેલિયન બોલર મેગન શુટ્ટ, ન્યૂઝીલેન્ડના કેપ્ટન સોફી ડિવાઈન, ઈંગ્લેન્ડના કેપ્ટન હીથર નાઈટ, દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર ડેન વાન નીકેર અને ભારતની અંડર 19 સ્ટાર ઋષા ઘોષને પોતાની સાથે જોડ્યા છે. 

— Royal Challengers Bangalore (@RCBTweets) February 15, 2023

સાનિયા મિર્ઝાએ એક નિવેદનમાં કહ્યું કે મેન્ટર તરીકે આરસીબીની મહિલા ટીમ સાથે જોડાવવું મારા માટે ખુશીની વાત છે. ભારતીય મહિલા ક્રિકેટે મહિલા પ્રીમિયર લીગ સાથે એક ક્રાંતિકારી બદલાવ જોયો છે અને હું વાસ્તવમાં આ ક્રાંતિકારી પગલાનો ભાગ બનવા માટે ઉત્સુક છું. આરસીબી અને તેના બ્રાંડની ફિલોસોફી મારા દ્રષ્ટિકોણ સાથે મેળ ખાય છે. મે મારી કરિયરને એ રીતે આગળ વધારી છે અને તે જણાવે છે કે હું રિટાયરમેન્ટ બાદ ખેલોમાં કેવી રીતે યોગદાન આપીશ.

સાનિયા મિર્ઝાએ એમ પણ કહ્યું કે આરસીબી છેલ્લા કેટલાક વર્ષોમાં આઈપીએલમાં એક લોકપ્રિય ટીમ અને ખુબ વધુ ફોલો થતી ટીમ રહી છે. હું તેમને મહિલા પ્રિમિયર લીગ માટે એક ટીમ બનતા જોઈને ખુબ ખુશ છું કારણ કે તે દેશમાં ખેલ જગતમાં મહિલાઓને નવી ઊંચાઈ પર લઈ જશે. મહિલા ક્રિકેટરો માટે નવા દરવાજા ખોલશે અને ખેલને યુવા છોકરીઓના ખેલમાં કરિયર બનાવવામાં મદદ કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news