World Cup 2023 માં આ Playing 11 સાથે ઉતરી ટીમ ઈન્ડિયા તો બની શકે છે વર્લ્ડ ચેમ્પિયન

Team India: ટીમ ઈન્ડિયાએ જો પોતાની ઘરેલૂ સ્થિતિનો ફાયદો ઉઠાવતા વિશ્વકપ 2023 જીતવો છો તો દરેક મેચમાં એક પ્લેઇંગ ઈલેવન ઉતારવાની જરૂર છે. આવો એક નજર કરીએ ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ 11 પર જે વિશ્વ વિજેતા બનાવી શકે છે. 
 

World Cup 2023 માં આ Playing 11 સાથે ઉતરી ટીમ ઈન્ડિયા તો બની શકે છે વર્લ્ડ ચેમ્પિયન

2023 World Cup: 5 ઓક્ટોબરથી ભારતમાં વિશ્વકપ 2023 શરૂ થશે અને ફાઈનલ મેચ 19 નવેમ્બરે રમાશે. વિશ્વકપ 2023માં ભારત પોતાની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 8 ઓક્ટોબરે ચેન્નઈમાં રમશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ભારતે 12  વર્ષ પહેલા ઘરઆંગણે રમાયેલા વિશ્વકપમાં ટ્રોફી કબજે કરી હતી. તેવામાં આ વખતે ટીમ ઈન્ડિયાને મોટી દાવેદાર માનવામાં આવી રહી છે. રોહિત શર્માની આગેવાનીમાં આ વખતે ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બનવા માટે જાન લગાવી દેશે. 

પિચો સ્પિન બોલરોને કરશે મદદ
વિશ્વકપ 2023 દરમિયાન ભારતની પિચો સ્પિન બોલરોને મદદ કરશે અને બેટિંગ માટે પણ શાનદાર રહેશે. ટીમ ઈન્ડિયાએ જો પોતાની ઘરેલૂ સ્થિતિનો ફાયદો ઉઠાવી વિશ્વકપની ટ્રોફી જીતવી છે તો દરેક મેચમાં તેણે એક પ્લેઇંગ ઇલેવન ઉતારવાની જરૂર છે. આવો એક નજર કરીએ ટીમ ઈન્ડિયાની બેસ્ટ પ્લેઇંગ ઈલેવન પર જે 2023નો વિશ્વકપ જીતી શકે છે. 

એકથી એક શાનદાર નામ
2023 વિશ્વકપમાં ઓપનિંગની વાત કરીએ તો ટીમ ઈન્ડિયા શુભમન ગિલ અને કેપ્ટન રોહિત શર્મા પાસે ઈનિંગની શરૂઆત કરાવશે. ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટર વિરાટ કોહલી ત્રીજા ક્રમે રમશે. શ્રેયસ અય્યર નંબર-4 પર જોવા મળશે. નંબર-5 પર વિકેટકીપર બેટર કેએલ રાહુલ હશે. ઓલરાઉન્ડર તરીકે હાર્દિક પંડ્યા નંબર છ પર બેટિંગ કરશે. ત્યારબાદ રવીન્દ્ર જાડેજા સાતમાં ક્રમે બેટિંગ કરશે. જાડેજા પોતાની ફીલ્ડિંગ અને બોલિંગથી મહત્વનું યોગદાન પણ આપી શકે છે. 

પ્લેઇંગ ઈલેવનમાં હશે આ બોલર
2023ના વિશ્વકપમાં રવિચંદ્રન અશ્વિનને સ્પિનર તરીકે ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ 11માં પસંદ કરવામાં આવ્યો છે. અશ્વિનની વાત કરીએ તો તેની પાસે અનેક વેરિએશન છે. આર અશ્વિન વિશ્વકપમાં વિરોધી ટીમ માટે ઘાતક સાબિત થઈ શકે છે. જો ફાસ્ટ બોલરોની વાત કરીએ તો ટીમમાં મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજની ત્રિપુટી તરખાટ મચાવી શકે છે. 

2023 વિશ્વકપમાં ભારતની આ હશે પ્લેઇંગ ઈલેવન
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, આર અશ્વિન, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news