વિશ્વ કપ 2019: વરસાદને કારણે ત્રીજી મેચ રદ્દ, બની ગયો રેકોર્ડ

બ્રિસ્ટલમાં મંગળવારે વરસાદને કારણે શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે વિશ્વકપનો મુકાબલો એકપણ બોલ ફેંકાયા વિના રદ્દ કરવો પડ્યો. આ એડિશનમાં રેકોર્ડ ત્રીજી તક છે જ્યારે વરસાદને કારણે મેચ ન રમાઇ હોય. 

વિશ્વ કપ 2019: વરસાદને કારણે ત્રીજી મેચ રદ્દ, બની ગયો રેકોર્ડ

નવી દિલ્હીઃ વિશ્વ કપની હાલની એડિશનમાં વરસાદને કારણે મંગળવારે શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો રદ્દ થઈ ગયો. બ્રિસ્ટલમાં રમાનારી મેચ કોઈપણ બોલ ફેંક્યા વિના રદ્દ કરવી પડી હતી. આ એડિશનમાં ત્રીજી ઘટના છે જ્યારે વરસાદને કારણે મેચ ન રમાઇ અને આ એક રેકોર્ડ છે. 

એક દિવસ પહેલા પણ રદ્દ થઈ હતી મેચ
તેમાં એક દિવસ પહેલા સોમવારે વેસ્ટ ઈન્ડિઝ અને સાઉથ આફ્રિકા વચ્ચે મુકાબલો વરસાદને કારણે 7.3 ઓવરની રમત બાદ રદ્દ કરી દેવામાં આવ્યો હતો. બંન્ને વખત ટીમોએ 1-1 પોઈન્ટથી સંતોષ કરવો પડ્યો હતો. મંગળવારે ટૂર્નામેન્ટમાં વરસાદને કારણે સતત બીજી મેચ અને ગઈકાલે ત્રીજી મેચ રદ્દ કરવી પડી હતી. 

શ્રીલંકા સૌથી દુર્ભાગ્યશાળી
વિશ્વ કપમાં ઓવરઓલ આ પાંચમી વખત છે જ્યારે વરસાદને કારણે આખી મેચ ધોવાઇ ગઈ હોય. આ પાંચમાંથી ત્રણ વખત આ એડિશનમાં થયું છે, જ્યારે એકવાર 2015 અને એકવાર 1979માં વરસાદને કારણે મેચ ધોવાઈ ગઈ હતી. સંયોગ છે કે 5માંથી ત્રણ વખત ધોવાયેલી મેચમાં એક ટીમ શ્રીલંકા રહી છે. 

આ એડિશનમાં શ્રીલંકાની બીજી મેચ રદ્દ
આ એડિશનમાં જે ત્રણ મેચ વરસાને કારણે ધોવાઇ છે તેમાંથી બે વખત એક ટીમ શ્રીલંકા રહી છે. જ્યારે આ પહેલા 1979માં શ્રીલંકાની વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધની મેચ ધોવાઇ ગઈ હતી. પાછલા વિશ્વ કપમાં ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશની મેચ ધોવાઈ હતી જ્યારે આ એડિશનમાં વેસ્ટ ઈન્ડિઝ અને આફ્રિકાની મેચ પણ ધોવાઈ હતી. બાંગ્લાદેશે હવે સોમવારની રાહ જોવી પડશે જ્યારે ટોનટનમાં તેની ટક્કર વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ થશે. 

પોઈન્ટ ટેબલ પર અસર
વિશ્વ કપમાં પોઈન્ટ ટેબલની વાત કરીએ તો તેમાં ન્યૂઝીલેન્ડ ટોપ પર છે જેણે અત્યાર સુધી પોતાની ત્રણેય મેચ જીતી છે. ટીમના 6 પોઈન્ટ છે, જ્યારે ઈંગ્લેન્ડ 3 મેચોમાં 2 જીતીને બીજા સ્થાન પર છે. ભારતે પોતાની બંન્ને મેચ જીતી છે પરંતુ નેટ રન રેટના મામલામાં તે ત્રીજા સ્થાને છે. શ્રીલંકા પાંચમાં અને બાંગ્લાદેશ સાતમાં સ્થાને છે. 5 વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા બે મેચ જીતીને ચોથા સ્થાને છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news