World Cup 2019: જસપ્રીત બુમરાહ બોલ્યો- અપેક્ષાઓનો કોઈ ભાર નથી

જસપ્રીત બુમરાહ વિશ્વભરના બેટ્સમેનો માટે આંતકનો પર્યાર બનેલો છે પરંતુ ભારતના આ ફાસ્ટ બોલરનું માનવું છે કે, તેના પર અપેક્ષાનો કોઈ ભાર નથી. છ ડગલાના સારા રનઅપ અને અસાધારણ બોલિંગ એક્શન વાળો બુમરાહ કેપ્ટન કોહલીની કમાનમાં સૌથી ધારદાર તીર છે. 
 

World Cup 2019: જસપ્રીત બુમરાહ બોલ્યો- અપેક્ષાઓનો કોઈ ભાર નથી

સાઉથેમ્પ્ટનઃ જસપ્રીત બુમરાહ વિશ્વભરના બેટ્સમેનો માટે આંતકનો પર્યાર બનેલો છે પરંતુ ભારતના આ ફાસ્ટ બોલરનું માનવું છે કે, તેના પર અપેક્ષાનો કોઈ ભાર નથી. છ ડગલાના સારા રનઅપ અને અસાધારણ બોલિંગ એક્શન વાળો બુમરાહ કેપ્ટન કોહલીની કમાનમાં સૌથી ધારદાર તીર છે. ગુજરાતમાં રહેતા આ પંજાબીએ કહ્યું કે, તેનામાં શીખવાની ધગસ સારા પ્રદર્શન માટે પ્રેરિત કરે છે. 

તેણે કહ્યું, હું અપેક્ષાઓ વિશે વિચારતો નથી. હું બસ તે જોઉ છું કે ટીમ મારી પાસેથી શું ઈચ્છે છે. મને નથી લાગતું કે મારી કોઈ સાખ બની ગઈ છે અને મારે તેના પર હંમેશા સાબિત થવાનું છે. હું દરેક વસ્તુ સરળ રાખુ છું. 

વનડે રેન્કિંગમાં આ નંબર 1 બોલરે કહ્યું, ''હું સતત જોતો રહું છું કે રમતમાં શું ચાલી રહ્યું છે અને તેનાથી વિવિધતા લાવવામાં મદદ મળે છે. શીખવામાં કંઇ ખોટુ નથી. જો તમે મને કહેશો કે આ વિશ્વસની સૌથી પરફેક્ટ એક્શન છે તો હું તેની નકલ કરવાનો પ્રયત્ન કરીશ." બુમરાહનું માનવું છે કે 'ટેસ્ટ મેચની જેમ લેંથ'છી બોલિંગ કરવી તેના માટે ઉપયોગી સાબિત થઈ છે. કેપ્ટન કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં તેની સફળતાનું કારણ જણાવ્યું. 

કોહલીએ કહ્યું, તેનું માનવું છે કે લેંથ બોલથી તે બેટ્સમેનોને છેતરી શકે છે. તે જોઈને સારૂ લાગી રહ્યું છે કે બેટ્સમેન તેને રમી શકતા નથી અને તે ભૂલ કરવા પર મજબૂર કરી રહ્યાં છે. 

તેણે કહ્યું, 'ઈમાનદારીથી કહું તે મેં હાશિમ અમલાને વનડે ક્રિકેટમાં આ રીતે આઉટ થયો જોતો નથી.' બુમરાહની સફળતા પાછળ ખૂબ મહેનત છુપાયેલી છે. તેણે કહ્યું, પાછળથી ઘણી મહેનત કરવી પડે છે. હું નવા બોલ, નવા વેરિએશન સૌથી વધુ નેટ પર અભ્યાસ કરુ છું. મગજ ખુલ્લુ રાખીને નવી રણનીતિ પર અમલ કરવો મહત્વનો છે. 

કોહલીએ કહ્યું, તેનો સામનો કરતા સમયે સારી ટેકનિક અને સારા શોટ્સની જાણકારી જરૂરી છે. તેણે કહ્યું, નેટ્સ પર તેની સામે પ્રેક્ટિસ કરીને અમારા બેટ્સમેનોને મેચ દરમિયાન બીજા બોલરોને રમવામાં મદદ મળે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news