World Cup 2019: ધોનીના ગ્લવ્સ વિવાદ પર બોલ્યો રોહિત- જોઈએ કાલે શું થાય છે?
ટીમ ઈન્ડિયાના વાઇસ કેપ્ટન રોહિત શર્માને ધોનીના ગ્લવ્સ વિવાદ વિશે કોઈ જાણકારી નથી. તેણે કહ્યું આ મુદ્દા પર તે કંઇ ન કહી શકે. તેનું ધ્યાન રમત પર છે.
Trending Photos
લંડનઃ આફ્રિકા વિરુદ્ધ શાનદાર સદી ફટકારનાર ટીમ ઈન્ડિયાના વાઇસ કેપ્ટન રોહિત શર્માને ધોનીના ગ્લવ્સ વિવાદ વિશે કોઈ જાણકારી નથી. શનિવારે જ્યારે એક પત્રકાર પરિષદમાં રોહિત શર્માએ રમત સાથે જોડાયેલા ઘણા સવાલોના જવાબ આવ્યો, પરંતુ જ્યારે એમએસ ધોનીના ગ્લવ્સ વિવાદ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું, મને તેની જાણકારી નથી અને ના મારે તેના વિશે કંઇ કહેવું છે. આવતી કાલે જોઈશું શું થાય છે.
આઈસીસી વિશ્વ કપ-2019માં ભારતે આફ્રિકા વિરુદ્ધ રમેલી મેચમાં ધોનીના ગ્લવ્સ પર સેનાનું ચિન્હ જોવા મળ્યું હતું, જેને લઈને આઈસીસીએ વાંધો ઉઠાવ્યો હતો અને બીસીસીઆઈને કહ્યું હતું કે, તે ધોનીને પોતાના ગ્લવ્સ પરથી આ ચિન્હ દૂર કરવાનું કહે. બીસીસીઆઈએ આઈસીસીને ધોનીને આ ચિન્હ રાખવાની મંજૂરી માગી હતી. પરંતુ આઈસીસીએ તેને નકારી દીધી હતી. બીસીસીઆઈના સીઈઓ રાહુલ જૌહરી આ મુદા પર આઈસીસી સાથે વાત કરવા માટે લંડન રવાના થઈ જયા છે.
ગ્લવ્સ પર સેનાનું ચિન્હ લગાવવા સાથે જોડાયેલા મુદ્દા પર ભલે પ્રશાસકોની સમિતિ (સીઓએ)ના અધ્યક્ષ વિનોદ રાય અને બીસીસીઆઈના સીઈઓ રાહુલ જૌહરીની સાથે ન ઊભા રહ્યાં, પરંતુ તેના સાથી આ મુદ્દા પર તેની સાથે છે.
વિનોદ રાયે આ મામલાને લઈને કહ્યું કે, જો સેનાનું ચિન્હ આઈસીસીના નિયમોનું ઉલ્લંઘન છે તો બીસીસીઆઈ તેનું ઉલ્લંઘન કરશે નહીં. આ પ્રકારની વાત જૌહરીએ કરી હતી. પરંતુ ખેલાડીઓએ કહ્યું કે, તે પોતાના પૂર્વ કેપ્ટનની સાથે છે. કેપ્ટન કોહલીએ પણ કહ્યું કે ધોનીએ સેનાના સન્માનમાં આ ચિન્હ લગાવ્યું છે અને તેમાં કોઈ વાંધો નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે