World Cup 2019: ભારત સામેની મેચ ઈંગ્લેન્ડ માટે ક્વાર્ટર ફાઇનલ સમાનઃ રૂટ
ઈંગ્લેન્ડના જો રૂટનું માનવું છે કે રવિવારે ભારત વિરુદ્ધ વિશ્વ કપના મહત્વપૂર્ણ મુકાબલામાં યજમાન ટીમે ધૈર્ય રાખવું પડશે અને ઉતાવળ કરવાથી બચવું પડશે.
Trending Photos
બર્મિંઘમઃ ઈંગ્લેન્ડના જો રૂટનું માનવું છે કે રવિવારે ભારત વિરુદ્ધ વિશ્વ કપના મહત્વપૂર્ણ મુકાબલામાં યજમાન ટીમે ધૈર્ય રાખવું પડશે અને ઉતાવળ કરવાથી બચવું પડશે. મંગળવારે લોર્ડ્સ પર ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મોટી હાર ઈંગ્લેન્ડની જમીન પર રમાઇ રહેલી ટૂર્નામેન્ટમાં ત્રીજી હાર હતી અને તેથી ટીમની સેમિફાઇનલમાં જગ્યા બનાવવાની આશાને ઝટકો લાગ્યો છે. આ સાથે રૂટે કહ્યું કે, ભારત સામેની મેચ ઈંગ્લેન્ડ માટે ક્વાર્ટર ફાઇનલ સમાન છે.
ઈંગ્લેન્ડની ટીમ 10 ટીમોના પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાન પર છે. તેના બાંગ્લાદેશ અને પાકિસ્તાન કરતા એક-એક પોઈન્ટ જ્યારે શ્રીલંકા કરતા બે પોઈન્ટ વધારે છે. ટોપની ચાર ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાઇ કરશે. ઈંગ્લેન્ડની ટીમ પોતાની અંતિમ બંન્ને મેચ જીતીને સેમિફાઇનલમાં સ્થાન મેળવી શકે છે પરંતુ ભારત અને ન્યૂઝીલેન્ડ બંન્નેને હરાવવા માટે ટીમે પોતાના પ્રદર્શનમાં સુધાર કરવો પડશે.
ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન રૂટે કહ્યું, 'વ્યક્તિગત રીતે મને લાગે છે કે, આગામી બે મેચોમાં ધૈર્યની સાથે રમવું પડશે કારણ કે આ મેચ ઘણો ભાવનાત્મક થઈ શકે છે, વિશેષકરીને એઝબેસ્ટનના માહોલને જોતા.' તેણે કહ્યું, 'અમારો વિશ્વાસ છે કે અમે હજુ પણ સેમિફાઇનલમાં ક્વોલિફાઇ કરવામાં સક્ષમ છીએ અને જ્યારે આમ થશે તો તે મહત્વ રાખતું નથી કે તમે કઈ રીતે ત્યાં પહોંચ્યા કારણ કે અહીંથી અસલી ટૂર્નામેન્ટની શરૂઆત થશે.'
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે