World Cup 2019: અફગાનિસ્તાન વિરુદ્ધ મેચમાં ડેવિડ વોર્નર સાથે દર્શકોએ લીધી સેલ્ફી
મહત્વનું છે કે, આ પહેલા પ્રેક્ટિસ મેચ દરમિયાન ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયન ટીમના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નરે ચીટર.. ચીટરની હુટિંગનો સામનો કરવો પડ્યો હતો.
Trending Photos
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાનો દિગ્ગજ ખેલાડી એક વર્ષથી વધુ સમય બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરત ફર્યો છે. બોલ ટેમ્પરિંગ વિવાદને કારણે ડેવિડ વોર્નર પર એક મેચનો પ્રતિબંધ લાગ્યો હતો. માર્ચ 2018માં અંતિમ ટેસ્ટ મેચ રમ્યા બાદ ડેવિડ વોર્નર વિશ્વકપમાં અફગાનિસ્તાન વિરુદ્ધ પ્રતિબંધ બાદ પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમવા માટે ઉતર્યો હતો. આ મેચની પ્રથમ ઈનિંગમાં ડેનિડ વોર્નર સાથે જે થયું તે કોઈને વિચાર્યું પણ નહીં હોય.
હકીકતમાં અફગાનિસ્તાન વિરુદ્ધ પ્રથમ બોટિંગ કરી રહેલા ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન એરોન ફિન્ચે ડેવિડ વોર્નરને બાઉન્ડ્રી પર મોકલ્યો હતો. બાઉન્ડ્રી લાઇન પર ડેવિડ વોર્નર ફીલ્ડિંગ કરી રહ્યો હતો ત્યારે કેટલાક ફેન્સ તેની પાસે પહોંચી ગયા હતા. ઓસ્ટ્રેલિયન ટીમ અને ડેવિડ વોર્નરના ફેન્સે તેની સાથે સેલ્ફી લીધી અને ઓટોગ્રાફ પણ લીધો હતો, જે દર્શાવે છે કે ભલે તે પ્રતિબંધ બાદ પરત ફર્યો છે પરંતુ તેને ભરપૂર પ્રેમ મળી રહ્યો છે.
🤳 Selfies & autographs for @davidwarner31 on the boundary at Bristol!#AFGvAUG pic.twitter.com/BlvB1hdRC1
— Cricket World Cup (@cricketworldcup) June 1, 2019
મહત્વનું છે કે, આ પહેલા પ્રેક્ટિસ મેચ દરમિયાન ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયન ટીમના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નરે ચીટર.. ચીટરની હુટિંગનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ આ વખતે ગ્રાઉન્ડમાં ડેવિડ વોર્નરે ભરપૂર પ્રેમ મળ્યો છે. લગભગ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ફરીથી ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથે હુટિંગનો સામનો કરવો પડી શકે છે, જેના માટે બંન્ને ખેલાડી તૈયાર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે