વર્લ્ડ ક્રિકેટના આ 5 ઘાતક બોલરોનો હતો દબદબો, કોઇ બેટ્સમેનમાં સિક્સર ફટકારવાની ન્હોતી હિંમત

વર્લ્ડ ક્રિકેટના આ 5 ઘાતક બોલરોનો હતો દબદબો, કોઇ બેટ્સમેનમાં સિક્સર ફટકારવાની ન્હોતી હિંમત

ક્રિકેટમાં કોઈ પણ વસ્તુ અશક્ય નથી. જો કોઈ એવું વિચારે કે દુનિયામાં એવો કોઈ બોલર નથી કે જેના બોલ પર છગ્ગો ન વાગ્યો હોય તો આ વાત સાચી નથી...દુનિયામાં 5 એવા બોલર છે કે જેમના બોલ પર ક્યારે પણ કોઈ છગ્ગો મારી શક્યું નથી.

1. ડેરેક પ્રિંગલ (ઇંગ્લેન્ડ)
ઇંગ્લેન્ડના સ્ટાર બોલર ડેરેક પ્રિંગલને લોકો ક્યારે પણ ભૂલી નહીં શકે. કેન્યામાં તેમનો જન્મ થયો હતો. તેમને પોતાની કારર્કિદીની શરૂઆત એક બેસ્ટમેન તરીકે કરી હતી. પછી તેમને મિડિયમ પેસર બોલર તરીકે  પોતાની ઓળખ બનાવી. તેણે ઈંગ્લેન્ડ માટે 30 ટેસ્ટ મેચ રમી હતી. ડેરેને 5 હજાર 287 બોલ ફેંક્યા અને 70 વિકેટ મેળવી, પરંતુ કોઈ બેટ્સમેન તેને સિક્સર ફટકારી શક્યો નહીં.

 2.  મુદસ્સર નઝર (પાકિસ્તાન)
1976 થી 1989 દરમિયાન પાકિસ્તાન તરફથી રમનાર મુદસ્સર નઝરે 76 ટેસ્ટ અને 112 વનડે રમી હતી. એટલું જ નહીં, જો ટેસ્ટની વાત કરીએ તો, મુદસ્સર નઝરે એક બોલર તરીકે 5867 બોલ ફેંક્યા હતા. પરંતુ કોઈ બેટ્સમેન તેને સિક્સર ફટકારી શક્યો નહીં.

3. મોહમ્મદ હુસૈન (પાકિસ્તાન)
પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર  મોહમ્મદ હુસૈને 1952-1953ના ભારત પ્રવાસમાં તેમને ઓળખ મળી હતી.  મોહમ્મદ હુસૈને પાકિસ્તાન માટે 27 ટેસ્ટ મેચ રમી હતી. આ દરમિયાન તેણે 5910 બોલ ફેંક્યા અને 68 વિકેટ લીધી. તેણે તેની કારકિર્દીમાં ક્યારેય સિક્સર કોઈએ ફટકારી ન હતી.

4. કીથ મિલર (ઓસ્ટ્રેલિયા)
ઓસ્ટ્રેલિયા માટે 55 ટેસ્ટ મેચ રમનાર કીથ મિલરે પોતાની કારકિર્દી દરમિયાન 170 વિકેટ ઝડપી હતી. આ દરમિયાન તેણે 10 હજાર 461 બોલ ફેંક્યા, પરંતુ એક પણ બોલ એવો નહોતો નાખ્યો જેના પર કોઈ બેટ્સમેન સિક્સર ફટકારી શકે.

 
5. નીલ હોક (ઓસ્ટ્રેલિયા)
ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ખેલાડી નીલ હ્યુકે 1963માં ઓસ્ટ્રેલિયામાં ડેબ્યૂ કર્યું હતું અને 27 ટેસ્ટ મેચ રમી હતી. તેણે 145 ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી. આ દરમિયાન તેણે 6 હજાર 987 બોલ ફેંક્યા અને કોઈપણ બેટ્સમેન તેના બોલ પર સિક્સર ફટકારી શક્યો નહીં.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news