World cricket News

દુનિયાના સૌથી વધુ પૈસાદાર ક્રિકેટ બોર્ડ તરીકે ભારત મોખરે, કારણ જાણીને ચોંકી જશો
નવી દિલ્લીઃ ક્રિકેટ દુનિયાની સૌથી જાણીતી રમતમાંથી એક છે. ભારતમાં તો તેને ધર્મ તરીકે જોવામાં આવે છે. ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ જેવા દેશોમાં પણ મોટી સંખ્યામાં લોકો આ રમતને પ્રેમ કરે છે. આ રમતને સમર્થન આપવામાં ક્રિકેટ બોર્ડનું યોગદાન મહત્વનું હોય છે. અનેક દેશમાં ક્રિકેટ બોર્ડ લીગનું આયોજન કરવા લાગે છે. તેમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ અને પાકિસ્તાન સુપર લીગ જેવી ટુર્નામેન્ટનો સમાવેશ થાય છે. આઈપીએલ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની દેખરેખમાં થાય છે. દુનિયાની સૌથી જાણીતી આ ટી-20 લીગથી બીસીસીઆઈને બમ્પર આવક થાય છે. ભારતમાં ક્રિકેટને કંટ્રોલ કરનારા બીસીસીઆઈની કેટલી આવક છે અને શું તે દુનિયાનું સૌથી અમીર બોર્ડ છે, તેના પર નજર કરીએ.
Aug 25,2021, 10:41 AM IST

Trending news