આજે ભારતને ન્યૂઝીલેન્ડની જીતના 'ગાણા' ગાવા પડશે! T20 વર્લ્ડ કપમાં બદલાયા સેમિફાઇનલના સમીકરણો

Women's T20 World Cup Semi-Final Scenario: મહિલા ટી20 વર્લ્ડ કપ 2024નો રોમાંચ ધીરેધીરે ચરમસીમાએ પહોંચી રહ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પહેલી મેચમાં હાર બાદ વાપસી કરી અને પાકિસ્તાનને હરાવીને પોતાનું ખાતું ખોલાવ્યું છે.

આજે ભારતને ન્યૂઝીલેન્ડની જીતના 'ગાણા' ગાવા પડશે! T20 વર્લ્ડ કપમાં બદલાયા સેમિફાઇનલના સમીકરણો

Women's T20 World Cup Semi-Final Scenario: મહિલા ટી20 વર્લ્ડકપ 2024નો રોમાંચ ધીરેધીરે વધી રહ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પહેલી મેચમાં હાર બાગ વાપસી કરી અને પાકિસ્તાનને હરાવીને ખાતું ખોલાવ્યું. જોકે, ભારત માટે અત્યારે સેમીફાઈનલમાં પહોંચવું સરળ નથી. ટૂર્નામેન્ટની ગ્રુપ સ્ટેજથી સેમીફાઈનલ ક્વોલિફાય કરવું પણ અત્યારે ઘણું મુશ્કેલ દેખાઈ રહ્યું છે. ન્યૂઝીલેન્ડ મંગળવારે (8 ઓક્ટોબર) ટી20 વર્લ્ડ કપ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. આ મુકાબલા પર સૌની નજર હશે.

ન્યૂઝીલેન્ડને સપોર્ટ કરશે ટીમ ઈન્ડિયા
મઝાની વાત એ છે કે જે ટીમથી ભારતીય ટીમ પહેલા મુકાબલામાં હારી હતી, આજે તે જ ટીમને સપોર્ટ કરતી નજરે પડશે. સેમીફાઈનલનમાં પહોંચવા માટે ભારતને કીવી ટીમની જીત જરૂરી છે. જોકે, ભારતીય ટીમ મહિલા ટી20 વર્લ્ડ કપ ગ્રુપ સ્ટેજમાં પોતાની બાકી વધેલી મેચમાં પણ જીત જરૂરી છે તો સેમીફાઈનલમાં પહોંચવાની ગેરંટી નથી. આ પ્રકારના સમીકરણ પાછળ મુખ્ય કારણ ટીમનું ખરાબ રનરેટ 1.217 છે.

— T20 World Cup (@T20WorldCup) October 6, 2024

ટોપ ફોર્મમાં ઓસ્ટ્રેલિયા-ન્યુઝીલેન્ડ
ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ ટુર્નામેન્ટમાં ટોચના ફોર્મમાં છે, તેનો નેટ રનરેટ ક્રમશ: +1.908 અને +2.900 છે. ભારત પહેલા જ ન્યુઝીલેન્ડ સામે હારનો સામનો કરી ચુક્યું છે. જો ઓસ્ટ્રેલિયન ટીમ જશે તો ટીમ ઈન્ડિયાની અપેક્ષાઓ વધી જશે. પછી ભારતે શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા સામે તેની બાકીની બે મેચ જીતવી પડશે. આવી સ્થિતિમાં સેમિફાઇનલની અપેક્ષાઓ વધી જશે.

જો ન્યુઝીલેન્ડ જીતશે તો શું થશે?
ધારો કે ન્યુઝીલેન્ડ તેની બાકીની મેચો જીતી લે તો તે 4 મેચમાં 4 જીત સાથે ગ્રુપમાં પ્રથમ રહેશે. ઓસ્ટ્રેલિયા બાદ ન્યૂઝીલેન્ડે શ્રીલંકા અને પાકિસ્તાન સામે રમવાનું છે. ન્યુઝીલેન્ડની 4 જીત ભારત માટે રસ્તો ખોલશે. તે શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયાને હરાવીને ક્વોલિફાય કરી શકે છે.

જો ઓસ્ટ્રેલિયાની ટીમ જીતશે તો શું થશે?
જો ઓસ્ટ્રેલિયાની ટીમ ન્યુઝીલેન્ડને હરાવશે તો ભારતની ક્વોલિફાય થવાની આશાઓ પર પાણી ફરી વળશે. ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ બંને નેટ રન રેટમાં ભારત કરતા સારા છે. હરમનપ્રીતની ટીમને આગામી રાઉન્ડ માટે ક્વોલિફાય થવા માટે કેટલાક અપસેટની જરૂર પડશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news