IPL Final કોણ જીતશે? આ જાણિતા બિઝનેસમેન કરી ચોંકવનારી ભવિષ્યવાણી!

IPL Final 2023: જો કે તેમનું આ ટ્વીટ રવિવારે યોજાનારી ફાઈનલ પહેલા આવ્યું હતું, પરંતુ વરસાદના કારણે રવિવારની ફાઈનલ સંપૂર્ણપણે ધોવાઈ ગઈ હતી અને ત્યારબાદ આ વખતની આઈપીએલની ફાઈનલ સોમવારે રમાશે, જે ફાઈનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો હતો.

IPL Final કોણ જીતશે? આ જાણિતા બિઝનેસમેન કરી ચોંકવનારી ભવિષ્યવાણી!

MS Dhoni VS Hardik Pandya: ઈન્ડિયન પ્રીમિયર લીગની ફાઈનલ સોમવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સનો મુકાબલો હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સ સામે થશે. આ ફાઈનલને લઈને ક્રિકેટ વર્તુળોમાં ઘણા સમયથી અટકળો ચાલી રહી છે. આ કડીમાં જાણિતા બિઝનેસમેન આનંદ મહિન્દ્રાએ પણ ચોંકાવનારી ભવિષ્યવાણી કરી છે અને જણાવ્યું છે કે ફાઈનલમાં કઈ ટીમ જીતશે. આ દરમિયાન તેણે પોતાના મનપસંદ ખેલાડી વિશે પણ જણાવ્યું છે.

CSK અને GT વચ્ચે નહીં રમાય ફાઇનલ તો કઈ ટીમ બનશે IPL ચેમ્પિયન? આ છે રિઝર્વ ડેના નિયમો
IPL Final થઈ જશે ખેદાન-મેદાન! અંબાલાલ બાદ હવામાને કહ્યું અમદાવાદમાં તૂટી પડશે વરસાદ
IPLની 1 મેચ રદ્દ થાય તો જાણો કેટલા કરોડનું થાય છે નુકસાન? જવાબ જાણીને ચક્કર આવી જશે
અંબાલાલે કહ્યું આજે પણ IPL Finalમાં વિલન બનશે વરસાદ! ફરી મેચ રદ થાય તો કઈ ટીમ જીતે?

જોકે મહિન્દ્રા ગ્રુપના વડા આનંદ મહિન્દ્રાએ ટ્વિટર પર એક ટ્વીટ કર્યું અને તે થોડી જ વારમાં વાયરલ થઈ ગયું. તેણે લખ્યું કે મને પૂછવામાં આવ્યું કે હું ફાઇનલમાં કઈ ટીમને સપોર્ટ કરું છું. મને શુભમન ગિલની પ્રતિભા પર પૂરો વિશ્વાસ છે. તેમને રાત્રે જીતતા જોવા માંગું છો. પરંતુ હું ધોનીનો મોટો પ્રશંસક છું અને તેની પાસેથી અપેક્ષા રાખ્યા વિના રહી શકતો નથી. તેથી સારી ટીમને જીતવા દો.

— anand mahindra (@anandmahindra) May 28, 2023

અત્રે ઉલ્લેખનીય છે કે બિઝનેસમેન આનંદ મહિન્દ્રા ક્રિકેટ પર પોતાના રસપ્રદ અભિપ્રાય આપતા રહે છે. આ વખતે તેમણે IPLની ફાઈનલ વિશે ટ્વિટ કર્યું છે. જો કે તેનું આ ટ્વિટ રવિવારે ફાઈનલ પહેલા આવ્યું હતું, પરંતુ વરસાદના કારણે રવિવારની ફાઈનલ સંપૂર્ણપણે ધોવાઈ ગઈ હતી અને ત્યારબાદ આ આઈપીએલની ફાઈનલ ફાઈનલ માટે રાખવામાં આવેલા રિઝર્વ ડે પર એટલે કે સોમવારે રમાશે.

IPL 2023ની ફાઇનલ મેચ સોમવારે સાંજે 7:30 વાગ્યાથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. મહેન્દ્ર સિંહ ધોની પોતાની કપ્તાનીમાં ચેન્નાઈની ટીમને પાંચમું ટાઈટલ જીતાડવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. જ્યારે ગુજરાત ટાઇટન્સ બીજી વખત ટાઇટલ જીતવાની તૈયારીમાં છે. અહીં એમએસ ધોની પણ તેની IPL કરિયરની 250મી મેચ માટે તૈયાર છે. આ મેચમાં ધોનીના ઉતરવાની સાથે જ તે IPL ઈતિહાસમાં 250 મેચ રમનાર પ્રથમ ખેલાડી બની જશે.

પ્રેગનેન્સી માટે સૌથી બેસ્ટ ઉંમર કઇ? સફળ પ્રેગનેન્સી માટે આ વાતોનું રાખો ખાસ ધ્યાન
પુરૂષો પોતાની પત્ની કરતાં પારકી સ્ત્રી કેમ લાગે વધુ આકર્ષક, આ રહ્યું સાચું કારણ

યુવકોને કુંવારી યુવતીઓ કરતા પરિણીત મહિલાઓમા વધુ રસ, કારણો જાણશો તો ચોંકી જશો
સૂતી વખતે બ્રા કાઢી નાખવાના ફાયદા સાથે છે ગેરફાયદા, શું બ્રા પહેરવી જરૂરી છે કે નહી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news