WFIએ સુશીલ અને સાક્ષીને બીની જગ્યાએ એ ગ્રેડનો કરાર આપ્યો
ડબલ્યૂએફઆઈએ જ્યારે કરારની જાહેરાત કરી હતી તો ઓલમ્પિક મેડલ વિજેતાઓ સુશીલ અને સાક્ષીને ગ્રેડનો બી કરાર આપ્યો હતો. પરંતુ હવે સંઘે રેસલરોને ગ્રેડ એમાં સ્થાન આપ્યું છે.
Trending Photos
મુંબઈઃ ભારતીય કુશ્તી મહાસંઘ (ડબલ્યૂએફઆઈ)એ સ્ટાર રેસલર સુશીલ કુમાર અને સાક્ષી મલિકને ગ્રેડ-બીનો કરારને ભૂલ ગણાવતા બુધવારે આ બંન્નેને એ ગ્રેડમાં સામેલ કરવાની જાહેરાત કરી છે. ડબલ્યૂએફઆઈએ જ્યારે કરારની જાહેરાત કરી હતી તો ઓલમ્પિક મેડલ વિજેતા સુશીલ અને સાક્ષીને બ્રેડ બીનો કરાર આપ્યો હતો. પરંતુ આ ભૂલને સુધારતા ડબલ્યૂએફઆઈના અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહે અહીં ટાટા મોટર્સ એલીટ કુશ્તી વિકાસ કાર્યક્રમના લોન્ચ દરમિયાન બંન્નેને સારો કરાર આપવાની જાહેરાત કરી હતી.
બૃજભૂષણે કહ્યું, તમારા સહયોગથી અમે ખેલાડીઓને ગ્રેડિંગ સિસ્ટમ શરૂ કરી જે એ, બી, સી, ડી, ઈ અને એફ છે. તેમણે કહ્યું, ગોંડામાં જ્યારે રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ દરમિયાન અમારી પૂર્ણ સભા હાજર હતી, અમે અનુભવ્યું કે સુશીલ ( બે વખત ઓલમ્પિક મેડલ વિજેતા) અને સાક્ષી મલિક (રિયો ઓલમ્પિકની મેડલ વિજેતા)ને ખોટી શ્રેણીમાં રાખવામાં આવ્યા છે.
ડબલ્યૂએફઆઈના અધ્યક્ષે કહ્યું, અમે બધા સર્વસંમતિથી સહમત હતા કે, આવા ખેલાડીઓને બી ગ્રેડમાં ન રાખવા જોઈએ. સુશીલે 2008 બેઇજિંગ ઓલમ્પિકમાં બ્રોન્ઝ જ્યારે 2012મા લંડન ઓલમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. સાક્ષીએ 2016મા રિયો ઓલમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. બૃજભૂષણે કહ્યું, હું સ્વીકાર કરવા ઈચ્છું છું કે, આ ભૂલ હતી અને અમે ભૂલમાં સુધાર કરી રહ્યાં છીએ અને આ બંન્ને ખેલાડીઓને એ ગ્રેડમાં સામેલ કરી રહ્યાં છીએ.
ગ્રેડ એમાં હવે સુશીલ અને સાક્ષી સિવાય બજરંગ પૂનિયા, વિનેશ ફોગાટ અને પૂડા ઢાંડા સામેલ છે. ગ્રેડ એના ખેલાડીઓને પ્રતિ વર્ષ 30 લાખ રૂપિયા મળશે. ગ્રેડ બીમાં હવે કોઈ ખેલાડી નથી. ગ્રેડ સીમાં સાત જ્યારે ગ્રેડ ડીમાં નવ રેસલરોને જગ્યા આપવામાં આવી છે. ગ્રેડ સીમાં સામેલ ખેલાડીઓને 10 લાખ જ્યારે ગ્રેડ ડીના ખેલાડીઓને પાંચ લાખ રૂપિયા મળશે.
ગ્રુપ ઈમાં ચાર ખેલાડી છે જેને પ્રતિ વર્ષ ત્રણ લાખ રૂપિયા મળશે. ગ્રેડ એફમાં અન્ડર-23 રાષ્ટ્રીય ગોલ્ડ મેડલ વિજેતાઓને જગ્યા આપવામાં આવી છે. તેને પ્રતિ વર્ષ એક લાખ 20 હજાર રૂપિયા આપવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે