WFI Controversy: આ દેશમાં દીકરીનો જન્મ ન થવો જોઈએ, ફરી ભાવુક થઈ વિનેશ ફોગાટ, PM મોદી પાસે માંગ્યો ન્યાય
WFI Controversy: ભારતીય રેસલરો બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિકે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બૃજભૂષણ સિંહ શરણના રાજીનામાને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ કુસ્તીબાજોએ વહેલી તકે રેસલિંગ ફેડરેશનના પ્રમુખના રાજીનામાની માંગ કરી હતી. જો આમ નહીં થાય તો તે આ મામલાને કોર્ટમાં લઈ જશે.
Trending Photos
નવી દિલ્હીઃ દિલ્હીના જંતર-મંતર મેદાન પર પ્રદર્શન કરી રહેલા રેસલરોએ ગુરૂવારે ફરી ફેડરેશનના અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ મોર્ચો ખોલ્યો છે. મહિલા રેસલર વિનેશ ફોગાટ સતત બીજા દિવસે નારાજ અને ભાવુક જોવા મળી છે. તેમણે WFI અધ્યક્ષની સ્પષ્ટતા પર સીધા ઘેર્યા અને કહ્યું-- બૃજભૂષણ સિંહમાં હિંમત હોય તો મારી સામે આવે અને બે મિનિટ બેસીને વાત કરી લે. તે સામે બેસી શકશે નહીં. અમારી પાસે અહીં એવી પીડિતાઓ છે, જેનું શોષણ થયું છે અને તે પૂરાવા સાથે બેઠી છે. વિનેશે ત્યાં સુધી કહ્યું કે જો કાર્યવાહી નહીં થાય તો 4-5 મહિલા રેસલર એફઆઈઆર દાખલ કરાવશે. જો અમારા જેવા રેસલરો સાથે આ થઈ રહ્યું છે તો બાકી યુવતીઓ કેટલી સુરક્ષિત છે. હિન્દુસ્તાનમાં એકપણ યુવતી પેદા ન થવી જોઈએ, જો અમે સુરક્ષિત ન રહીએ તો.
વિનેશ ફોગાટનું કહેવું હતું કે અમારા આરોપ સાચા છે. અમારે બીજીવાર કુશ્તીને જીવિત કરવાની છે. અમને સામે આવવા માટે મજબૂર કરવામાં ન આવે. મારી સાથે કે કોઈ અન્ મહિલા સાથે શું થયું. તે બધુ જણાવવા ઈચ્છતા નથી. જો મજબૂર કરવામાં આવશે તો આ કુશ્તીનું દુર્ભાગ્ય હશે. અમે પ્રધાનમંત્રી પાસે આશા કરીએ છીએ કે તે અમારી માંગો પર ધ્યાન આપશે.
અમે પૂરાવાને જાહેર કરવા ઈચ્છતા નથી
વિનેશ ફોગાટે કહ્યું કે, અમે પૂરાવાને જાહેર કરવા ઈચ્છતા નથી. આરોપ ખોટા નથી. અમારી પાસે પૂરાવા પણ છે અને પીડિતાઓ પણ છે. અમે અધ્યક્ષનું રાજીનામુ લેવાની સાથે તેને જેલમાં બંધ કરાવીશું. અમે ફેડરેશનને બંધ કરાવવાની માંગ કરી રહ્યાં છીએ. આ ફેડરેશન રહેશે તો તેના લોકો કામ કરશે અને પછી પરેશાન કરશે. અધ્યક્ષને અમારી સામે લાવો. બે મિનિટ મારી સામે બેસી શકશે નહીં. અમને મજબૂર કરવામાં આવ્યા તો કેસ દાખલ કરવામાં આવશે. પરંતુ તેનાથી ઘણા ખેલાડીઓના કરિયર પર દાંવ લાગી જશે. ઉત્તર પ્રદેશમાં શોષણને કારણે કુશ્તી ખતમ થઈ ગઈ છે. હવે મહારાષ્ટ્ર અને કેરલમાં પણ કુશ્તી ખતમ થઈ રહી છે.
તો હિન્દુસ્તાનમાં પેદા ન થવી જોઈએ પુત્રીઓ
આ પહેલા બપોરે રેસલરોના પ્રતિનિધિમંડળે ખેલ મંત્રાલયમાં ખેલ સચિવ અને સાઈ ડીજી સાથે મુલાકાત કરી. ત્યારબાદ પત્રકાર પરિષદ યોજી હતી. રેસલરોએ જણાવ્યું કે ખેલ મંત્રાલયના અધિકારીઓએ અમારી માંગો સાંભળી છે અને આશ્વાસન આપ્યું છે. પરંતુ હજુ કોઈ કાર્યવાહી થઈ નથી. અમારી માંગ પૂરી થશે નહીં ત્યાં સુધી પ્રદર્શન યથાવત રહેશે. બજરંગ પૂનિયાએ કહ્યુ કે આજે રેસલિંગનો દરેક સભ્ય ધરણા પર બેઠો છે. બૃજભૂષણે કહ્યુ કે, આરોપ સાચા નિકળ્યા તો ફાંસી પર લટકી જશે. આજે અમારી પાસે છ યુવતીઓ એવી છે, જેનું યૌન શોષણ થયું છે. પૂરાવા સાથે અહીં બેઠી છે.
રેસલરોએ કરી આ માંગ
- કુશ્તી સંઘને સસ્પેન્ડ કરવામાં આવે. નવા સંઘની રચના પણ ન થાય.
- બૃજભૂષણ સિંહને અધ્યક્ષ પદેથી હટાવવામાં આવે અને જેલ મોકલવામાં આવે.
- સંઘ સાથે જોડાયેલા કોચ-રેફરીથી મહિલા રેસલરો પરેશાન થઈ છે.
- દોષીતો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે.
- કાર્યવાહી સુધી કોઈ ઈવેન્ટમાં એથલીટ ભાગ લેશે નહીં.
- રમતની જરૂરીયાતો પર ધ્યાન રાખવામાં આવે. સમસ્યા થવા પર નિદાન કરે.
- ખોટો વ્યવહાર ન કરવામાં આવે.
આ રેસલરો પ્રદર્શનમાં થયા સામેલ
બજરંગ પૂનિયા, વિનેશ ફોગાટ, આશુ મલિક, સાક્ષી મલિક, સતવર્ત કાદ્યાન, અમિત પંઘાલ, સુમીત, સુરજીત માન, સિતંદર મોખરિયા, રવિ દહિયા, દીપક પુનિયા, સંગીતા ફોગાટ, સરિતા મોર, સોનમ મલિક, મહાવીર ફોગાટ, સત્ય રાણા, કુલદીપ મલિક.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે