World Cup Final: જિમી નીશામની ભારતીય ફેન્સને અપીલ, તમારી ટિકિટ વેંચી દો, પૈસાની ચિંતા.....
જિમી નીશામ ન્યૂઝીલેન્ડનો ઓલરાઉન્ડર છે. તેણે ભારતીય ફેન્સને અપીલ કરી કે, તમારી પાસે જે ટિકિટ છે તેને વેંચી દો. જેથી ન્યૂઝીલેન્ડના દર્શકોને ટિકિટ મળી શકે.
Trending Photos
લંડનઃ હજારો ભારતીય પ્રશંસકોને તે આશા હતી કે ક્રિકેટ વિશ્વ કપ-2019 ફાઇનલની વધુમાં વધુ ટિકિટ ખરીદે કે વિરાટ બ્રિગેટ કોઈપણ સ્થિતિમાં ફાઇનલ મેચ રમવા ઉતરશે. પરંતુ સેમિફાઇનલમાં ટીમ ઈન્ડિયાને હરાવીને ન્યૂઝીલેન્ડે ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી. હવે સ્થિતિ તે થઈ કે ન્યૂઝીલેન્ડના સમર્થકોને ફાઇનલ મેચ માટે ટિકિટ મળી રહી નથી. ફાઇનલ મેચ 14 જુલાઈએ લોર્ડ્સમાં રમાશે.
જાણવા મળ્યું કે, ફેન્સ યજમાન ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઇનલ જોવાને બદલે ટિકિટોને ઉંચા ભાવે વેંચી રહ્યાં છે. હકીકતમાં, ભારતીય ફેન્સ ટીમ ઈન્ડિયા ફાઇનલમાં ન પહોંચવાથી નિરાશ છે. હવે તેને ફાઇનલ જોવામાં કોઈ રસ નથી. બીજીતરફ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ ફાઇનલમાં પહોંચ્યા બાદ કીવી સમર્થક મેચની ટિકિટ માટે ભટકી રહ્યાં છે. એટલું જ નહીં ન્યૂઝીલેન્ડના ફેન્સ ગમે એટલી ટિકિટ આપવા માટે પણ તૈયાર છે.
ટિકિટોની કાળાબજારી સાથે જોડાયેલા સમાચાર બાદ ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર જિમી નીશામથી ન રહેવાયું. તેણે પોતાના ફેન્સને કારણે ભારતીય પ્રશંસકોને ટ્વીટ કરીને અનોખી અપીલ કરી છે.
Dear Indian cricket fans. If you don’t want to come to the final anymore then please be kind and resell your tickets via the official platform. I know it’s tempting to try to make a large profit but please give all genuine cricket fans a chance to go, not just the wealthy ❤️ 🏏
— Jimmy Neesham (@JimmyNeesh) July 12, 2019
નીશામે પોતાના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર લખ્યું છે- જો ભારતીય ક્રિકેટ પ્રશંસક આ મેચ જોવા ઈચ્છતા નથી તો તેણે ટિકિટોને સત્તાવાર પ્લેટફોર્મ પર વેંચીને ન્યૂઝીલેન્ડના ફેન્સને વિશ્વ કપ જોવાની તક આપવી જોઈએ. તેણે તે પણ લખ્યું કે, મને ખ્યાલ છે કે આ ટિકિટોને વેંચીને લાભ કમાવી શકાય છે. પરંતુ તમે અમીર બનવાનું ન વિચારો, આ ટિકિટોને યોગ્ય ક્રિકેટ ફેન્સ સુધી પહોંચાડીને તેને ફાઇનલ જોવાની તક આપો.
એએફપીના એક રિપોર્ટ પ્રમાણે, ઘણી ટિકિટોની કિંમત 1,000 (લગભગ 83, 000 રૂ)થી વધુ છે, જ્યારે કેટલિક £ 5,000 (લગભગ 3,86000 રૂ)થી વધુ છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે પોતાનું વલણ સખત કરતા કહ્યું કે, બિન સત્તાવાર ટિકિટ વેંચવાનો પ્રયત્ન કરનાર સક્રિય ધ્યાનમાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે