Video Viral: કોહલી-ગાંગુલીની દુશ્મનીના દ્રશ્યો દુનિયાએ જોયા, કોઈએ સપનેય નહોતું વિચાર્યું કે આવું થશે

Virat Kohli Sourav Ganguly VIDEO VIRAL : કોહલીએ ગાંગુલી સામે જોયું, પછી દાદાએ શું કર્યું તે તમે જોયું? દાદા અને કોહલીનો આ નવો વીડિયો તમે જોયો છે?

Video Viral: કોહલી-ગાંગુલીની દુશ્મનીના દ્રશ્યો દુનિયાએ જોયા, કોઈએ સપનેય નહોતું વિચાર્યું કે આવું થશે

Virat Kohli Sourav Ganguly VIDEO VIRAL : વિરાટ કોહલી અને સૌરવ ગાંગુલી વચ્ચે લાંબા સમયથી ખટરાગ ચાલી રહ્યો છે. અલબત્ત વિરોટ કોહલીની કેપ્ટનશીપ છીનવાઈ તેની પાછળ પણ સૌરવ ગાંગુલીને કારણભૂત માનવામાં આવે છે. ગાંગુલી તે સમયે બીસીસીઆઈના બોસ તરીકેનો હોદ્દો સંભાળતા હતાં. જોકે, ત્યારથી જ કોહલી અને ગાંગુલી વચ્ચે દુશ્મની શરૂ થઈ. આ વખતની આઈપીએલમાં ચાલુ મેચ દરમિયાન દુનિયાએ આ દુશ્મનીના દ્રશ્યો જોયાં. 

 

— itz_mksoni25 (@_itz_mksoni25) April 17, 2023

 

વિરાટ કોહલી અને સૌરવ ગાંગુલી વચ્ચેના સંબંધોમાં તણાવને લઈને દરરોજ નવા વીડિયો સામે આવી રહ્યા છે. હવે સોશિયલ મીડિયા પર વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને અનુમાન લગાવી શકાય છે કે બંને દિગ્ગજો વચ્ચે બધું બરાબર નથી ચાલી રહ્યું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વીડિયો દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચ શરૂ થયા પહેલાનો છે.

 

— Mein hoon (@AnkitSi47104319) April 16, 2023

 

વાયરલ વીડિયોમાં વિરાટ કોહલી ખુરશી પર બેસીને બેટિંગ માટે તૈયાર થતો જોવા મળે છે. એટલામાં દાદા તેમની સામેથી પસાર થાય છે. દાદા પાણી પીને આગળ વધે છે. આ દરમિયાન વિરાટ કોહલી થોડી ક્ષણો સુધી તેને સતત જોતો રહે છે. આ પછી દિલ્હીના આસિસ્ટન્ટ કોચ શેન વોટસન કોહલી પાસે આવે છે અને તેની સાથે હાથ મિલાવે છે. આ સાથે વોટસન પણ તેને કંઈક કહેતો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં કોહલીના ચહેરા પર સ્મિત આવી જાય છે.

તે જ સમયે, બંને ટીમોની મેચ પછી, એક ક્લિપ વાયરલ થઈ. જેમાં દરેક મેચની જેમ આ મેચ બાદ પણ બંને ટીમના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફે હાથ મિલાવ્યા હતા. મેચ બાદ વિરાટ કોહલીએ દિલ્હીના તમામ ખેલાડીઓ અને સ્ટાફ સાથે હાથ મિલાવ્યા હતા. પરંતુ તેણે સૌરવ ગાંગુલીની અવગણના કરી. આ દરમિયાન કોહલી હાથ મિલાવતો અને દિલ્હીના કોચ રિકી પોન્ટિંગ સાથે વાત કરતો જોવા મળ્યો હતો. તે જ સમયે, આ મેચ દરમિયાન, કોહલી બાઉન્ડ્રી લાઇન પર અમન ખાનનો કેચ લીધા પછી ખૂબ જ આક્રમક રીતે ઉજવણી કરતો જોવા મળ્યો હતો. આ દરમિયાન તેણે ડગઆઉટમાં બેઠેલા ગાંગુલીને પણ જોયો. જેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
 

— S. (@Sobuujj) April 15, 2023

 

કોહલીએ ગાંગુલીને અનફોલો કર્યો-
તે જ સમયે, મેદાન પરના આ વિવાદ પછી, સોશિયલ મીડિયા પર બંને દિગ્ગજો વચ્ચેની અણબનાવ પણ જોવા મળી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મેચ પૂરી થયા બાદ કોહલીએ દાદાને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા હતા. જે બાદ ગાંગુલીએ પણ તેને અનફોલો કરી દીધો હતો.

બંને ખેલાડીઓ વચ્ચેના સંબંધોની વાત કરીએ તો મામલો ત્યારે બગડ્યો જ્યારે કોહલીએ T20Iની કેપ્ટન્સી છોડી દીધી. દાદાની આગેવાની હેઠળની બીસીસીઆઈએ તેને તરત જ ODIના સુકાનીપદેથી પણ હટાવી દીધો હતો. ગાંગુલીએ કહ્યું હતું કે તેણે કોહલીને સુકાની પદ ન છોડવાની અપીલ કરી હતી. તે જ સમયે, કોહલીએ સ્પષ્ટ કહ્યું કે કોઈએ તેને T20I કેપ્ટનશિપ ચાલુ રાખવા માટે કહ્યું નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news