કોહલીની ટીમ ઇમરાનની આગેવાની વાળી પાકિસ્તાનની યાદ અપાવે છેઃ સંજય માંજરેકર


પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરે વિરાટ કોહલીની આગેવાની વાળી ભારતીય ટીમની તુલના ઇમરાન ખાનની આગેવાની વાળી પાકિસ્તાની ટીમ સાથએ કરી છે. તેમણે કહ્યું કે, આ ટીમ ઇમરાનની ટીમની જેમ હારની સ્થિતિમાંથી નિકળીને જીત મેળવે છે. 

કોહલીની ટીમ ઇમરાનની આગેવાની વાળી પાકિસ્તાનની યાદ અપાવે છેઃ સંજય માંજરેકર

નવી દિલ્હીઃ પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરે સોમવારે કહ્યું કે, કોહલીના નેતૃત્વ વાળી ભારતીય ટીમ તેમને ઇમરાન ખાનની આગેવાની વાળી પાકિસ્તાની ટીમની યાદ અપાવે છે. આ ટીમ હારની સ્થિતિમાંથી નિકળીને જીત મેળવે છે. માંજરેકરે ટ્વીટ કર્યું, 'વિરાટની આગેવાનીમાં ભારતીય ટીમનું ન્યૂઝીલેન્ડમાં પ્રદર્શન મારા માટે તેવું છે જેવું ઇમરાનના નેતૃત્વમાં પાકિસ્તાન ટીમનું હતું. ટીમ તરીકે તેનો આત્મવિશ્વાસ ખુબ વધુ છે. ઇમરાનના નેતૃત્વમાં પાકિસ્તાની ટીમ હંમેશા હારની સ્થિતિમાં પહોંચીને મેચ જીતી જતી હતી. આ ત્યારે સંભવ છે જ્યારે તમારો આત્મ વિશ્વાવ વધારે હોય.'

ક્રિકેટરથી કોમેન્ટ્રેટર બનેલા માંજરેકરે લોકેશ રાહુલની પ્રશંસા કરી જે બેટિંગમાં શાનદાર પ્રદર્શનની સાથે વિકેટકીપરની ભૂમિકા ભજવી રહ્યો છે. માંજરેકરે કહ્યું, 'મારા માટે આ સિરીઝની શોધ 'બેટ્સમેન કીપર' લોકેશ રાહુલ છે. ખુબ શાનદાર.' પૂર્વ બેટ્સમેને કહ્યું, 'સેમસન અને પંતની પાસે ટેલેન્ટ છે અને તાકાત છે પરંતુ તેણે પોતાની રમતમાં વિરાટની જેમ થોડું મગજ લગાવવાનું છે.'

— Sanjay Manjrekar (@sanjaymanjrekar) February 3, 2020

ભારતે રવિવારે પાંચ અને અંતિમ ટી20 આંતરરાષ્ટ્રીયમાં સાત રનથી જીતીને પ્રથમવાર આ ફોર્મેટમાં પાંચ મેચોની સિરીઝમાં સૂપડા સાફ કર્યાં હતા. ઓવરઓલ આ ત્રીજી વખત છે જ્યારે ભારતે ટી20માં કોઈ ટીમને વ્હાઇટ વોશ કર્યું છે. 

— Sanjay Manjrekar (@sanjaymanjrekar) February 3, 2020

ટીમે આ પહેલા વેસ્ટ ઈન્ડિઝને 2019માં 3-0 અને ઓસ્ટ્રેલિયાને 2016માં 3-0થી હરાવીને સૂપડા સાફ કર્યાં હતા. કોહલી ભારતનો સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન પણ છે જેના નેતૃત્વમાં ટીમે સતત 11 ઘરેલૂ સિરીઝમાં જીત મેળવી અને આઈસીસી રેન્કિંગમાં ટોપ પર છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news