World Cup 2019: વિરાટે ભગવા જર્સીને કરી પ્રંશસા, કહ્યું અમને ગર્વ છે

ઈન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટીમની ભગવા જર્સીની પ્રશંસા કરતા કહ્યું કે, તેને તેના પર ગર્વ છે અને તે ખુબ સારી છે. તેણે કહ્યું કે, આ એકવાર પહેરવા માટે છે. 
 

World Cup 2019: વિરાટે ભગવા જર્સીને કરી પ્રંશસા, કહ્યું અમને ગર્વ છે

નવી દિલ્હીઃ વિશ્વ કપમાં ટીમ ઈન્ડિયાની ભગવા જર્સીને લઈને એક તરફ રાજકીય વર્તુળોમાં વાદ-વિવાદ થઈ રહ્યાં છે તો કેપ્ટન વિરાટ કોહલી ખુબ પ્રશંસા કરી રહ્યો છે. ભગવા રંગની આ જર્સી ઈંગ્લેન્ડની સાથે રવિવારે રમાનારી મેચમાં પહેરવામાં આવશે. તેણે કહ્યું કે, આ ટીમ માટે એક સ્માર્ટ કિટ છે અને ખેલાડીઓને ખુબ પસંદ આવી છે. 

વિરાટ કોહલીએ કહ્યું, આ જર્સીનો કન્ટ્રાસ્ટ ખુબ સારો છે. એક ગેમ માટે આ ફેરફાર સારો લાગશે. મને નથી લાગતું કે આ જર્સીને સ્થાયી બનાવવા માટે કોઈ પ્રયત્ન કરવામાં આવશે કારણ કે બ્લૂ હંમેશા અમારો કલર રહ્યો છે. અમને નવી જર્સી પહેરવા પર ગર્વ થાય છે. અવસરને જોતા આ જર્સી એક સ્માર્ટ કિટ છે. 

— ANI (@ANI) June 29, 2019

કોહલીએ એમએસ ધોનીની પ્રશંસા કરતા કહ્યું છે, 'તેને ખ્યાલ હોય છે ક્યારે શું કરવાનું છે. તે એવો ક્રિકેટર છે જેને ક્યારેય કંઇ કહેવાની જરૂર પડતી નથી. ચેન્જ રૂમમાં પણ તેની સાથે જે અનુભવ મળે છે તે ખૂબ મહત્વપૂર્ણ છે.'

— ANI (@ANI) June 29, 2019

તેણે કહ્યું, 'અમને તેમાં પૂરો વિશ્વાસ છે. તે હંમેશા ટીમ સાથે ઊભો રહે છે. એક બે વાર તે સારૂ પ્રદર્શન ન કરી શકે તો તેનાથી કંઇ ફેર પડતો નથી. કોહલીએ કહ્યું કે, ધોનીએ નેટ પર ખુબ પ્રેક્ટિસ કરી છે. તેના કારણે અમે વિન્ડીઝ વિરુદ્ધ મેચ જીતી શક્યા હતા.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news