ICC વનડે રેન્કિંગઃ વિરાટ કોહલી અને રોહિત શર્માનો જલવો, બોલિંગમાં બુમરાહ ટોપ પર
ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે મંગળવારે જાહેર થયેલા આઈસીસી એકદિવસીય રેન્કિંગમાં ક્રમશઃ બેટ્સમેનો અને બોલરોની યાદીમાં પોતાનું ટોંચનું સ્થાન યથાવત રાખ્યું છે.
Trending Photos
દુબઈઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે મંગળવારે જાહેર થયેલા આઈસીસી એકદિવસીય રેન્કિંગમાં ક્રમશઃ બેટ્સમેન અને બોલરોની યાદીમાં પોતાનું ટોંચનું સ્થાન યથાવત રાખ્યું છે. કોહલી 899 પોઈન્ટની સાથે યથાવત છે, જ્યારે સીમિત ઓવરોનો વાઇસ કેપ્ટન રોહિત શર્મા બીજા સ્થાન પર છે.
રોહિતનો ઓપનિંગ જોડીદાર શિખર ધવન બેટ્સમેનોની યાદીમાં ટોપ-10માં સામેલ એક અન્ય ભારતીય છે. તે આઠમાં સ્થાને છે. તેને એક સ્થાનનો ફાયદો થયો છે. પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની 20માં સ્થાન પર છે.
બોલરોની યાદીમાં બુમરાહ 841 પોઈન્ટની સાથે પ્રથમ સ્થાને યથાવત છે. કુલદીપ યાદવ અને યુજવેન્દ્ર ચહલને ટોપ-10માં જગ્યા મળી છે. કુલદીપ અહીં ત્રીજા સ્થાને અને ચહલ પાંચમાં સ્થાને પહોંચી ગયો છે.
અફગાનિસ્તાનનો રાશિદ ખાન 353 પોઈન્ટની સાથે હાલમાં વિશ્વનો ટોપ ઓલરાઉન્ડર છે. ટીમ રેન્કિંગમાં ભારત 121 પોઈન્ટની સાથે ઈંગ્લેન્ડ (126 પોઈન્ટ) બાદ બીજા સ્થાન પર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે