250 કરોડના કૌભાંડી વિનય શાહની ચિઠ્ઠી સોશિયલ મીડિયામાં વાયરલ, કરોડો ચૂકવ્યા હોવાનો ઠગનો દાવો

હાલ વિનય શાહ સહિત આખો પરિવાર ફરાર છે. આરોપી હાલ નેપાળમાં છે. તેમજ તેની પત્ની દીલ્હીમાં છે.

250 કરોડના કૌભાંડી વિનય શાહની ચિઠ્ઠી સોશિયલ મીડિયામાં વાયરલ, કરોડો ચૂકવ્યા હોવાનો ઠગનો દાવો

અમદાવાદ: અમદાવાદમાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. થલતેજના પ્રેસિડેન્ટ પ્લાઝામાં ઓફિસ રાખીને વર્લ્ડ ક્લેવરેક્સ સોલ્યુશન-આર્ચર કેર ડીજી દ્વારા આ કૌભાંડ કરવામાં આવ્યું છે. જેમાં 1 વર્ષમાં રૂપિયા ડબલ કરવાની લાલચ આપીને 250થી વધુનું કૌભાંડ કર્યાની ચર્ચા છે. ઓનલાઈન જાહેરાત જોઈને નાણાં કમાવાની લાલચે 1 લાખ જેટલાં લોકો પાસેથી ડિપોઝીટ ઉઘરાવી હતી. હાલ તો આ મામલે 500 જેટલાં લોકોએ છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. ત્યારે આ નામમાં હજુ પણ વધારો થઈ શકે છે.

કૌભાંડ મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રૂપિયા ડબલ કરવાની આપતા લાલચ આપતા આર્ચર કંપનીના વિનય શાહ પત્નિ સાથે પાલડીમાં સસરાના મકાનમાં રહેતો હતો. વિનય શાહના 4 મકાનમાંથી એક મકાન પુત્રના નામે છે. હાલ વિનય શાહ સહિત આખો પરિવાર ફરાર છે. આરોપી હાલ નેપાળમાં છે. તેમજ તેની પત્ની દીલ્હીમાં છે. જોકે દિલ્હીથી વિદેશ ભાગી ન જાય તે માટે એલર્ટ આપવામાં આવ્યો છે. આ ઠગ દંપતી સાથે અગાઉ એક ફરિયાદીએ સમાધાન કરી લીધુ હતુ.

આરોપી ઠગ વિનય શાહ દ્વારા આ ઠગ કૌંભાડ બાબતે 11 પાનાની ચિઠ્ઠી લખાવવામાં આવી છે. જેમાં ઉચ્ચ પોલીસ અધિકારી, નેતા અને પત્રકારો પર આરોપ લગાવવામાં આવ્યો છે. જેમાં કરોડોના તોડ કર્યાના આક્ષેપ સાથેની આરોપીની ચિઠ્ઠી સામે આવી છે. ઠગનો દાવો છે કે તેની પાસે કરોડો ચુકવ્યાના ઓડિયો – વીડિયો રેકોર્ડિંગ છે. ઠગ વિનયે પોતાના ગ્રાહકોના માધ્યમથી સોશિયલ મીડિયામાં આ ચિઠ્ઠી વાયરલ કરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news