World Cup 2019 : કઈ ટીમ બનાવશે સૌથી પહેલાં 500 રન? વિરાટે આપ્યો સ્પષ્ટ જવાબ

આઇસીસી ક્રિકેટ વનડે વિશ્વ કપ માટે તમામ ટીમો ઇંગ્લેન્ડમાં જમા થઈ ગઈ છે અને પ્રેકટિસ મેચ શરૂ થઈ ગઈ છે. આ પ્રસંગે હાલમાં તમામ ટીમના કેપ્ટન્સે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. 

World Cup 2019 : કઈ ટીમ બનાવશે સૌથી પહેલાં 500 રન? વિરાટે આપ્યો સ્પષ્ટ જવાબ

લંડન : આઇસીસી ક્રિકેટ વનડે વિશ્વ કપ માટે તમામ ટીમો ઇંગ્લેન્ડમાં જમા થઈ ગઈ છે અને પ્રેકટિસ મેચ શરૂ થઈ ગઈ છે. આ પ્રસંગે હાલમાં તમામ ટીમના કેપ્ટન્સે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ માન્યું કે ઇંગ્લેન્ડ વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 500 રન બનાવનારી દુનિયાની પહેલી ટીમ બની શકે છે 

હાલમાં ઇંગ્લેન્ડની ટીમ બહુ શાનદાર ફોર્મમાં છે અને હાલમાં પોતાના હોમગ્રાઉન્ડ પર હાઇ સ્કોરિંગ મેચ જીત્યું છે. ઇંગ્લેન્ડ આ પહેલાં વન ડે ક્રિકેટમાં સૌથી મોટા સ્કોરનો રેકોર્ડ પોતાના નામે નોંધાવી ચુક્યું છે. ત્રણ વાર વિશ્વકપ ફાઇનલ રમી ચુકેલી ઇંગ્લેન્ડની ટીમ આ ખિતાબ માટે તગડી દાવેદાર છે. 

વિશ્વ કપ પહેલાં કેપ્ટન્સની મીડિયા કોન્ફરન્સમાં જ્યારે વિરાટ કોહલીએ સવાલ કર્યો કે શું આગામી ટુર્નામેન્ટમાં 500ના આંકડા સુધી પહોંચી શકાશે? આ સમયે વિરાટે તેમની સાથે રહેલાં ઇંગ્લેન્ડના કેપ્ટન ઇયાન મોર્ગન સામે ઇશારો કરતા કહ્યું કે હું તો એટલું જ કહીશ કે આ વાતનો આધાર આમની પર છે. લાગે છે કે તેઓ કોઈપણ રીતે 500 રન સુધી પહોંચવા તલપાપડ છે. 

ભારત પણ વર્લ્ડ કપ માટે પુરજોશમાં તૈયારી કરી રહ્યું છે. સચિન તેંડુલકર અને વીરેન્દ્ર સહેવાગના સંન્યાસ લીધા બાદ ભારતીય ટોપ ઓર્ડરમાં બેટિંગની જવાબદારી સારી રીતે નિભાવી રહેલા રોહિત શર્મા અને શિખર ધવન વર્તમાન સમયમાં વિશ્વની સૌથી સફળ ઓપનિંગ જોડીના રૂપમાં વિશ્વકપમાં પગ મુકશે. રોહિત અને ધવને મળીને અત્યાર સુધી 101 વનડે મેચોમાં ભાગીદાર તરીકે 4541 રન જોડ્યા છે, જે છેલ્લા દસ વર્ષોમાં કોઈપણ ઓપનિંગ જોડીનો સર્વશ્રેષ્ઠ રેકોર્ડ છે. આ બંન્નેએ અત્યાર સુધી 15 સદીની અને 13 અડધી સદીની ભાગીદારી નિભાવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news