World Cup 2019: કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મેળવી વધુ એક સિદ્ધિ, પૂરા કર્યા 2000 ચોગ્ગા

આ વિશ્વકપ દરમિયાન વિરાટે ઘણા શાનદાર રેકોર્ડ્સ પોતાના નામે કર્યાં છે.

 World Cup 2019: કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મેળવી વધુ એક સિદ્ધિ, પૂરા કર્યા 2000 ચોગ્ગા

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ વિશ્વ કપ 2019ની લીગ મેચ દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વધુ એક કમાલની સિદ્ધિ પોતાના નામે કરી છે. વિરાટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના 2000 ચોગ્ગા પૂરા કરી લીધા છે. તો આ કમાલ કરનાર ભારતનો પાંચમો બેટ્સમેન બની ગયો છે. વિરાટ પહેલા સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલી તથા વીરેન્દ્ર સહેવાગ આ કમાલ કરી ચુક્યા છે. 

આ વિશ્વકપ દરમિયાન વિરાટે ઘણા શાનદાર રેકોર્ડ્સ પોતાના નામે કર્યાં છે. આ વિશ્વકપ દરમિયાન તે વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી 11,000 રન બનાવનાર બેટ્સમેન બન્યો હતો. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઓથી ઈનિંગમાં 20 હજાર રન પૂરા કરીને ઈતિહાસ રચી દીધો હતો. કેપ્ટન તરીકે કોઈપણ વિશ્વકપમાં સતત પાંચ અડધી સદી ફટકારનાર તે પ્રથમ ખેલાડી બની ગયો છે. એક વિશ્વકપમાં પાંચ અડધી સદી ફટકારનાર તે પ્રથમ ભારતીય ખેલાડી પણ બન્યો છે. તેણે સચિન તથા સિદ્ધૂને પાછળ છોડી દીધા છે. 

Most Consecutive 50+ Scores In World Cup (By Indian)

-Kohli - 5 (2019)*
-N Sidhu - 4 (1987)
-Sachin - 4 (1996)
-Sachin - 4 (2003)
-Rohit - 3 (2019)
-Dravid - 3 (1999)
-Yuvraj - 3 (2011)
-Azhar - 3 (1992)
-Gavaskar - 3 (1987)

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news