વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, આ મામલામાં બન્યો પહેલો એશિયન કેપ્ટન

આ ઈનિંગ દરમિયાન વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 20 હજાર રન પૂરા કરવાની પણ સિદ્ધિ મેળવી હતી. 
 

વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, આ મામલામાં બન્યો પહેલો એશિયન કેપ્ટન

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ એક કીર્તિમાન પોતાના નામે કરી લીધો છે. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ વિશ્વ કપ 2019ની 34મી મેચમાં વિરાટ કોહલીએ જ્યારે પોતાની અડધી સદી પૂરી કરી તો તે ભારતનો પહેલો એવો કેપ્ટન બની ગયો છે જેણે વિશ્વકપમાં સતત ચાર મેચોમાં 50થી વધુ રનની ઈનિંગ રમી છે. 

વિરાટ કોહલીએ 55 બોલમાં 50* રન બનાવ્યા, જેમાં 6 ચોગ્ગા સામેલ હતા. આ પહેલા વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વિરુદ્ધ પણ અડધી સદી ફટકારી હતી. વિરાટ કોહલીએ કેપ્ટન તરીકે મોહમ્મદ અઝહરુદ્દીનની વિશ્વ કપમાં સતત ત્રણ અડધી સદીના રેકોર્ડને પાછળ છોડી દીધો છે. 

એટલું જ નહીં, વિરાટ કોહલી એશિયાનો પણ પહેલો કેપ્ટન બની ગયો છે, જેણે વિશ્વ કપમાં સતત 4 વખત 50થી વધુની ઈનિંગ રમી છે. આ મામલામાં સાઉથ આફ્રિકાના ગ્રીમ સ્મિથ અને ઓસ્ટ્રેલિયન કેપ્ટન આરોન ફિન્ચની બરોબરી કરી લીધી છે. જેણે સતત 4 વખત 50 રનથી વધુની ઈનિંગ રમી છે. 

વિશ્વ કપમાં કેપ્ટન તરીકે 4 વખત 50 પ્લસ સ્કોર

4 ગ્રીમ સ્મિથ 2007

4 એરોન ફિન્ચ 2019

4 વિરાટ કોહલી 2019

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news