Viral Video: આને કહેવાય સાદગી! પુત્ર ટીમ ઈન્ડિયાનો ઘાતક બેટ્સમેન, છતાં પિતા કરે ગેસ સિલિન્ડરની ડિલિવરીનું કામ
ગુજરાતીમાં એક કહેવત છે કે સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય. સખત પરિશ્રમ કરનાર વ્યક્તિને સફળતા એક ના એક દિવસે મળીને રહે છે. ટીમ ઈન્ડિયાના આ ધૂરંધર ખેલાડીનું પણ કઈક આવું જ છે. આટ આટલી સિદ્ધિ મળવા છતાં પિતાની સાદગીનો એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે જોઈને તમારી આંખો ભીની થઈ જશે.
Trending Photos
ગુજરાતીમાં એક કહેવત છે કે સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય. સખત પરિશ્રમ કરનાર વ્યક્તિને સફળતા એક ના એક દિવસે મળીને રહે છે. યુવા ભારતીય ખેલાડી રિંકુ સિંહની પ્રતિભાથી કોણ અજાણ હશે. આઈપીએલમાં ભૂક્કા બોલાવ્યા બાદ હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ તેનો દમ જોવા મળી રહ્યો છે. સતત મેચમાં તેનું સારું પ્રદર્શન જોવા મળી રહ્યું છે. રિંકુએ ગત વર્ષે આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધની એક મેચમાં સતત 5 છગ્ગા ફટકારીને ટીમને જીત અપાવી હતી. જેના લીધે રાતોરાત સ્ટાર બની ગયો હતો.
જો કે રિંકુની ભારતીય ટીમ સુધી પહોંચવાની સફળ ખુબ જ મુશ્કેલીઓ ભરેલી રહી છે. તેના પિતા ખાનચંદ્ર સિંહ એલપીજી સિલિન્ડર ડિલિવરી કરવામાં મદદ કરતા હતા. હવે રિંકુની ઝળહળતી સફળતા છતાં તેઓ હજુ પણ ગેસ સિલિન્ડર ડિલિવરી કરવાનું કામ કરે છે જેનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
દીકરો ઇન્ટરનેશનલ સ્તરે ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે અને પિતાજી આજે પણ ગેસની એજન્સીમાં કરે છે કામ!#rinkusingh #rinkusinghfather #viralvideo #hardwork #indiancricket #cricketer #ZEE24KALAK #emotional pic.twitter.com/n7hhnRJ3YO
— Zee 24 Kalak (@Zee24Kalak) January 27, 2024
26 વર્ષનો રિંકુ યુપીના અલીગઢના એક સાધારણ પરિવારમાંથી આવે છે. રિંકુના પિતા પુત્રની આટલી સિદ્ધિ છતાં એલપીજી સિલિન્ડર ડિલિવરીનું કામ ચાલું રાખે છે. આ બધા વચ્ચે એક એવો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં રિંકુ સિંહના પિતા યુપીના પોતાના ગૃહનગર અલીગઢમાં એલપીજી સિલિન્ડર ડિલિવરી કરતા જોઈ શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે