World Record:'વનડે' ઇતિહાસની સૌથી મોટી ઇનિંગ રમનાર બેટ્સમેન બન્યા આ ભારતીય, રોહિતનો 264 રનનો તોડ્યો રેકોર્ડ
Vijay Hazare Trophy 2022: ભારતના એક યુવા બેટ્સમેને રોહિત શર્મા અને અલી બ્રાઉન જેવા દિગ્ગજોને પછાડી એક વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. આ ખેલાડી લિસ્ટ-એ ની એક ઇનિંગમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયા છે.
Trending Photos
N Jagadeesan Vijay Hazare Trophy: વનડે ઇન્ટરનેશનલ ક્રિકેટની એક ઇનિંગમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ટીમ ઇન્ડીયાના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) ના નામ પર છે. લિસ્ટ-એ ક્રિકેટની એક ઇનિંગમાં સૌથી વધુ રન ઇંગ્લેંડના અલી બ્રાઉન (Ali Brown) ના નામ પર છે, પરંતુ ભારતના એક યુવા બેટ્સમેને આ બંને ખેલાડીઓને પછાડીને લિસ્ટ-એ ક્રિકેટનો એક મોટો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધું છે.
લિસ્ટ-એ ક્રિકેટની એક ઇનિંગમાં સૌથી વધુ રન
ભારતીય ઘરેલૂ ક્રિકેટમાં અત્યારે વિજય હજારે ટ્રોફી (Vijay Hazare Trophy 2022) રમાઇ રહી છે. આ ટૂર્નામેન્ટમાં તમિલનાડુ માટે રમનાર બેટ્સમેન એન જગદીશન (N Jagadeesan) એ લિસ્ટ-એ ક્રિકેટની એક ઇનિંગમાં સૌથી વધુ રનનો રેકોર્ડ પોતાના નામે કરી દીધો છે. એન જગદીશન (N Jagadeesan)એ આ ઐતિહાસિક ઇનિંગ અરૂણાચલ પ્રદેશના વિરૂદ્ધ રમી.
એન જગદીશનની ઐતિહાસિક ઇનિંગ
એન જગદીશન (N Jagadeesan)એ અરૂણાચલ પ્રદેશ વિરૂદ્ધ 141 બોલ પર 277 રન બનાવ્યા. આ ઇનિંગમાં એન જગદીશન (N Jagadeesan) ના બેટ વડે 25 ચોગ્ગા અને 15 સિક્સર જોવા મળ્યા. એન જગદીશન (N Jagadeesan) નું બેટ વિજય હજારે ટ્રોફીમાં સતત ચાલી રહ્યું છે. એન જગદીશન પહેલાં લિસ્ટ-એ ક્રિકેટની એક ઇનિંગમાં સૌથી વધુ રન અલી બ્રાઉન (Ali Brown) ના નામે હતા, તેમણે વર્ષ 2002 માં 268 રનની ઇનિંગ રમી હતી, તો બીજી તરફ રોહિત શર્માએ 264 રનની સાથે આ યાદીમાં ત્રીજા નંબર પર આવી ગયા છે.
વિજય હજારે ટ્રોફીમાં આમ કરનાર પ્રથમ ખેલાડી
વિજય હજારે ટ્રોફી (Vijay Hazare Trophy 2022) માં એન જગદીશન (N Jagadeesan)એ સતત 5મી મેચમાં 100 રનનો આંકડો પાર કર્યો છે. તે આ ટૂર્નામેન્ટમાં આમ કરનાર પ્રથમ ખેલાડી બની ગયા છે. આ પહેલાં વિરાટ કોહલી પૃથ્વી શો, ઋતુરાજ ગાયકવાડ અને દેવત્ત પડિક્કલે 4-4 સદી ફટકારી હતી. આ મેચમાં પહેલાં તેમણે હરિયાણા વિરૂદ્ધ 128 રન, આંધ્ર પ્રદેશ વિરૂદ્ધ 114, છત્તીસગઢ વિરૂદ્ધ 107, ગોવા વિરૂદ્ધ 168 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો: 7 Seater Car ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 3 ગાડીના ગ્રાહકો છે દીવાના
આ પણ વાંચો: આ ઘઉંને કહે છે, 'ખેડૂતોનું કાળુ સોનું', ફાયદા એટલા કે ખરીદવા થઇ જશો મજબૂર
આ પણ વાંચો: Vashikaran: આ વશીકરણ ઉપાયથી કોઇપણ સ્ત્રી કે પુરૂષને કરો વશમાં
આ પણ વાંચો: સ્પર્મ કાઉન્ટ વધારવા માટે પુરૂષો માટે વરદાન સમાન છે આ વસ્તુ, ફાયદા જાણી ચોંકી જશો
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે