મેચ ફિક્સિંગ પર આઈસીસીનો મોટો નિર્ણય, ઇરફાન અને નદીમ પર આજીવન પ્રતિબંધ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે મેચ ફિક્સિંગ મામલામાં હોંગકોંગના બે ક્રિકેટ ખેલાડીઓ ઇરફાન અહમદ અને નદીમ અહમદ પર આજીવન પ્રતિબંધ લગાવ્યો છે. 

મેચ ફિક્સિંગ પર આઈસીસીનો મોટો નિર્ણય, ઇરફાન અને નદીમ પર આજીવન પ્રતિબંધ

દુબઈઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ મેચ ફિક્સિંગ મામલામાં હોંગકોંગના બે ક્રિકેટ ખેલાડીઓ ઇરફાન અહમદ અને નદીમ અહમદ પર આજીવન પ્રતિબંધ લગાવ્યો છે. 

આઈસીસી વેબસાઇટના રિપોર્ટ અનુસાર, આઈસીસીએ ઇરફાન અને નદીમ પર આજીવન પ્રતિબંધ લગાવવા સિવાય તેના સાથે હસીબ અમજદ પર પાંચ વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે. 

— ICC Media (@ICCMediaComms) August 26, 2019

ત્રણેય ખેલાડીઓને આઈસીસી એન્ટી કરપ્શન ટ્રિબ્યૂનલમાં મેચ ફિક્સિંગના દોષી ઠેરવવામાં આવ્યા હતા. તેણે છેલ્લા બે વર્ષમાં ઘણી મેચ ફિક્સ કરી કે પછી તે મેચોના પરિણામને પ્રભાવિત કરવા માટે લાંચ લીધી હતી. 

ઇરફાનને વર્ષ 13 જાન્યુઆરી, 2014ના હોંગકોંગ અને સ્કોટલેન્ડ વચ્ચે રમાયેલી મેચ, 17 જાન્યુઆરી 2014ના હોંગકોંગ-કેનેડા મેચ, 12 માર્ચ 2014ના રમાયેલી ઝિમ્બાબ્વે સામેની મેચમાં ફિક્સિંગ અને પરિણામને પ્રભાવિત કરવાના દોષી સાબિત થયા છે. ઇરફાન હોંગકોંગ માટે અત્યાર સુધી છ વનડે અને આઠ ટી20 મેચ રમી ચુક્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news