નેવી ચીફે કહ્યું કે, આતંકવાદી તો શું ભારતના જળમાર્ગે એક ચકલું પણ ફરકી શકે તેમ નથી

પાકિસ્તાનનું આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ નવુ કાવત્રુ રચી રહ્યું છે

નેવી ચીફે કહ્યું કે, આતંકવાદી તો શું ભારતના જળમાર્ગે એક ચકલું પણ ફરકી શકે તેમ નથી

નવી દિલ્હી : પાકિસ્તાન અને તેના આતંકવાદીઓ સતત ભારતમાં મોટી દુર્ઘટનાઓને પાર પાડવાની ફિરાકમાં છે. જો કે ભારતની ચોકસીના કારણે તેઓ તેમાં સફળ થઇ શકે નહી. હવે પાકિસ્તાનનો આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ નવું કાવત્રું રચી રહ્યા છે. આશંકા છે કે જૈશ પોતાનાં આતંકવાદીઓને સમુદ્ર દ્વારા ભારત પર મોટા હુમલાની ફિરાકમાં છે. જો કે દેશનાં નૌસેના પ્રમુખ એડમિરલ કરમબીર સિંહે સ્પષ્ટતા કરતા કહ્યું કે, નેવી દરેક પડકારને પહોંચી વળવા માટે તૈયાર છે, અમે એલર્ટ પર છીએ અને એવા કોઇ પણ મંસુબાઓને પાર નહી થવા દઇએ.

મહેબુબાને મોટો ઝટકો: પીડીપીના દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાયા
એડમિરલ સિંહે કહ્યું કે, જૈશ એ મોહમ્મદ પોતાનાં આતંકવાદીઓને સમુદ્રી માર્ગ દ્વારા ઘુસવાની ટ્રેનિંગ આપી રહ્યા છે. આતંકવાદીઓ પાણીથી હુમલો કરવાની ફિરાકમાં છે. અમારી તેના પર કડક નજર છે. હમે સતર્ક છે. તેમનાં નાપાક મનસુબાઓને અમે સફળ પણ નહી થવા દઇએ.

— ANI (@ANI) August 26, 2019

સિંહે કહ્યું કે, હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચીનની નેવી પણ છે, પરંતુ અમે સતર્ક છીએ. તેમણે કહ્યું કે, 26/11ની ઘટના બાદ ભારતીય નૌસેનાએ સમુદ્રની સુરક્ષા વધારી દીધી છે. મહારાષ્ટ્રનાં પુણે સાવિત્રીબાઇ યુનિવર્સિટી દ્વારા આયોજીત જનરલ બીસી જોશી મેમોરિયલ લેક્ચર કાર્યક્રમ માટે નૌસેના પ્રમુખ એડમિરલ કરમબીર સિંહ આવ્યા હતા. તેમણે પોતાનાં લેક્ચરમાં સમુદ્રી સુરક્ષા અને તેના પડકારો અંગે ચર્ચા કરી.

ઇમરાન ખાનની લુખ્ખી ધમકી, અમે કાશ્મીર માટે પરમાણુ યુદ્ધની હદ સુધી પણ જઇશું
નૌસેના પ્રમુખ એડમિરલ કરમબીર સિંહે કહ્યું કે, ગુપ્તચર એજન્સીઓને શ્રીલંકા માર્ગથી તમિલનાડુમાં 6 શંકાસ્પદ લોકો દેશમાં ઘુસ્યા હોવાની માહિતી મળી હતી. તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. તેની પુછપરછ ચાલી રહી છે. આ ઉપરાંત સમગ્ર દેશનાં સમુદ્રી સિમાડા પર નેવી મજબુત સુરક્ષા કરી રહી છે. કોઇ પણ પ્રકારે દુશ્મનો જળમાર્ગથી નહી ઘુસી શકે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news