વિજય હજારે ટૂર્નામેન્ટમાં તમિલનાડુની આગેવાની કરશે દિનેશ કાર્તિક

અનુભવી વિકેટકીપર બેટ્સમેન અને આઈસીસી વિશ્વ કપમાં ભારતીય ટીમના સભ્ય રહી ચુકેલા દિનેશ કાર્તિકને તમિલનાડુ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. 

વિજય હજારે ટૂર્નામેન્ટમાં તમિલનાડુની આગેવાની કરશે દિનેશ કાર્તિક

ચેન્નઈઃ અનુભવી વિકેટકીપર બેટ્સમેન અને આઈસીસી વિશ્વ કપમાં ભારતીય ટીમના સભ્ય રહેલા દિનેશ કાર્તિક જયપુરમાં 24 સપ્ટેમ્બરથી 16 ઓક્ટોબર સુધી રમાનારી વિજય હજારે એકદિવસીય ક્રિકેટ ટૂર્નામેન્ટમાં તમિલનાડુની આગેવાની કરશે. તમિલનાડુ ક્રિકેટ સંઘની સીનિયર પસંદગી સમિતિએ આ જાહેરાત કરી છે. 

મુખ્ય પસંદગીકાર એમ સેંતિલનાથને કહ્યું કે, કાર્તિકને તેનો અનુભવ અને ખેલાડીઓને પ્રેરિત કરવાની ક્ષમતાને કારણે કેપ્ટન પસંદ કરવામાં આવ્યો છે કારણ કે તે આઈપીએલમાં કેકેઆર સહિત વિભિન્ન ટીમોનું નેતૃત્વ કરી ચુક્યો છે. 

ઉલ્લેખનીય છે કે દિનેશ કાર્તિક ઈંગ્લેન્ડમાં રમાયેલા વિશ્વ કપ માટે ભારતીય ટીમનો સભ્ય હતો. હાલમાં તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી બહાર ચાલી રહ્યો છે. સિલેક્ટરોએ તેને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ વનડે સિરીઝમાં ટીમમાંથી બહાર રાખ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news