SA vs IND: 86 રનમાં 7 વિકેટ પાડી દીધી હતી અને આ બોલર બન્યો વિલન, જીતને બદલે મળી કંગાળ હાર

સાઉથ આફ્રિકા સામે બીજી ટી20 મેચમાં ભારતે ત્રણ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં એક સમયે ભારતીય ટીમ જીતની નજીક પહોંચી ગઈ હતી. પરંતુ જેરાલ્ડ કોએત્ઝી અને સ્ટબ્સે ભારતના હાથમાંથી જીત છીનવી લીધી હતી.

SA vs IND: 86 રનમાં 7 વિકેટ પાડી દીધી હતી અને આ બોલર બન્યો વિલન, જીતને બદલે મળી કંગાળ હાર

SA vs IND: ભારત અને આફ્રીકા વચ્ચે ચાલી રહેલી T20માં ભારતે દબદબો ગુમાવ્યો છે. ગત મેચમાં દક્ષિણ આફ્રિકાને ભારત સામે 125 રનનો ટાર્ગેટ મળ્યો હતો. 16મી ઓવરમાં યજમાન ટીમનો સ્કોર 7 વિકેટે 86 રન હતો. એટલે કે ટીમને 39 રનની જરૂર છે અને માત્ર ત્રણ વિકેટ હાથમાં છે. અહીંથી જ ભારતીય ટીમ જીત મેળવશે એવા પૂરા ચાન્સ હતા. એ સમયે ગેરાલ્ડ કોએત્ઝી ક્રિઝ પર ટ્રિસ્ટન સ્ટબ્સને સપોર્ટ કરવા આવ્યા અને દક્ષિણ આફ્રિકાએ કમબેક કર્યું અને એક ઓવર બાકી રહેતાં 3 વિકેટે મેચ જીતી લીધી.

કોએત્ઝી બોલરોને ચોતરફ ફટકાર્યા
દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર ગેરાલ્ડ કોએત્ઝીએ બેટથી મેચ બદલી દીધી હતી. તેણે અર્શદીપ સિંહની ઓવરના બીજા બોલ પર 103 મીટર સિક્સ ફટકારી હતી. બીજી જ ઓવરમાં તેણે અવેશ ખાન સામે પ્રથમ બે બોલ પર બે ચોગ્ગા ફટકાર્યા હતા. જેના કારણે મેચ સંપૂર્ણપણે દક્ષિણ આફ્રિકા તરફ બદલાઈ ગઈ હતી. ગેરાલ્ડ કોએત્ઝી માત્ર 9 બોલમાં 19 રન બનાવીને અણનમ રહ્યો હતો. મેચમાં અન્ય કોઈ બેટ્સમેનનો સ્ટ્રાઈક રેટ 130થી ઉપર નહોતો.

સ્ટબ્સે પણ આત્મવિશ્વાસ મેળવ્યો
જ્યારે કોએત્ઝી બેટિંગ કરવા આવ્યો ત્યારે સ્ટબ્સ 30 બોલમાં 24 રને રમતમાં હતો. નીચલા ક્રમના બેટ્સમેનોને બેટિંગ કરતા જોઈને સ્ટબ્સે પણ પોતાનું વલણ બદલ્યું હતું. 19મી ઓવરમાં તેણે ભારતીય ઝડપી બોલર અર્શદીપ સિંહને ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. તેણે ચોગ્ગો ફટકારીને મેચ પૂરી કરી. સ્ટબ્સ 41 બોલમાં 47 રન બનાવીને અણનમ રહ્યો હતો. 

ગેરાલ્ડ કોએત્ઝીએ પણ શાનદાર બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં 25 રન આપીને અભિષેક શર્માને આઉટ કર્યો હતો. કોએત્ઝીએ શ્રેણીની પ્રથમ મેચમાં 3 વિકેટ પણ લીધી હતી. દક્ષિણ આફ્રિકાની પ્રથમ મેચમાં હાર છતાં નીચલા ક્રમમાં તેણે 11 બોલમાં 3 છગ્ગાની મદદથી 23 રન બનાવ્યા હતા.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news