Most Sixes in Cricket: જાણો કોણ છે ક્રિકેટની દુનિયામાં સૌથી વધુ સિક્સ ફટકારના ટોપ 5 ખેલાડી, લિસ્ટમાં માત્ર આ બે ભારતીય

Most Sixes in One Day Cricket: ક્રિકેટના ઇતિહાસમાં હંમેશા બેટ્સમેનનો દબદબો વધારે રહે છે. ત્યારે ક્રિસ ગેલ અને યુવરાજ સિંહ જેવા સિક્સર કિંગ્સે હંમેશાથી બોલરોના દિલમાં ભય પેદા કરી રખ્યો છે.

Most Sixes in Cricket: જાણો કોણ છે ક્રિકેટની દુનિયામાં સૌથી વધુ સિક્સ ફટકારના ટોપ 5 ખેલાડી, લિસ્ટમાં માત્ર આ બે ભારતીય

Most Sixes in One Day Cricket: ક્રિકેટની રમતમાં સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, બ્રાયન લારા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ બેટ્સમેન દુનિયાને મળ્યા છે. ત્યારે ક્રિસ ગેલ અને યુવરાજ સિંહ જેવા સિક્સર કિંગ્સે હંમેશા બોલરોના દિલમાં ભય પેદા કરી રખ્યો છે. આમારા આ રિપોર્ટમાં એવા પાંચ બેટ્સમેન વિશે જણાવી રહ્યા છે જેમણે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વદારે સિક્સ ફટકારી છે.

1. શાહિદ આફરીદી
વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધારે સિક્સ મારવાનો રેકોર્ડ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફરીદીના નામે છે. આફરીદીને વર્લ્ડ ક્રિકેટના સૌથી ઘાતક બેટ્સમેનમાંથી એક માનવામાં આવે છે. તેણે પાકિસ્તાન માટે 369 મેચમાં 351 સિક્સ ફટકારી હતી. વન ડે ક્રિકેટમાં સૌથી વધારે સિક્સ મારનાર બેટ્સમેન આફરીદી અત્યાર સુધી ટોપ પર છે.

2. ક્રિસ ગેલ
આ લિસ્ટમાં બીજા નંબર પર દિગ્ગજ પાવર હિટર ક્રિસ ગેલનું નામ આવે છે. ગેલની પ્રશંસા કરવી સૂરજને દીવો દેખાળવા બરોબર છે. ક્રિકેટની દુનિયામાં અત્યાર સુધી તેનાથી ઝડપી બેટ્સમેન જોવા મળ્યો નથી. ગેલે વેસ્ટઇન્ડિઝ માટે 301 વન ડે મેચ રમી હતી, જેમાં તેણે 331 સિક્સ ફટકારીછે. ત્યારે ટી20 ક્રિકેટ અને ટેસ્ટમાં પણ ગેલે ઘણી સિક્સો મારી છે.

3. સનથ જયસૂર્યા
આ લિસ્ટમાં ત્રીજા નંબર પર શ્રીલંકાના દિગ્ગજ ઓપનર સનથ જયસૂર્યા આવે છે. જયસૂર્યાના નામે ક્રિકેટ જગતના ઘણા રેકોર્ડ છે. તેમણે શ્રીલંકાની ટીમ માટે 445 મેચ રમી જેમાં તેમના બેટથી 270 સિક્સ નીકળી. જયસૂર્યાનું નામ દુનિયાના સૌથી સફળ બેટ્સમેનમાં આવે છે, આ ઉપરાંત તે બોલિંગ કરી પોતાની ટીમને ઘણી સફળતા અપાવી હતી.

4. રોહિત શર્મા
વન ડેમાં સૌથી વધારે સિક્સ ફટકારવાના મામલે ટીમ ઇન્ડિયાના હાલના કેપ્ટન રોહિત શર્મા ચોથા નંબર પર આવે છે. રોહિત આ લિસ્ટમાં એકમાત્ર એવો બેટ્સમેન છે જે હજું પણ નિવૃત થયો નથી. રોહિતે અત્યાર સુધીમાં 230 મેચ રમી છે. જેમાં તે 245 સિક્સ મારી ચુક્યો છે. જો રોહિત 1-2 વર્ષ હજુ પણ વધુ સારી રીતે બેટિંગ કરે છે તો તે સૌથી વધારે સિક્સ મારવાનો રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. રોહિત ઘણો શાનદાર બેટ્સમેન છે અને ચાહકોને આશા છે કે આ વર્ષે તે ટી20 વર્લ્ડ કપની ટ્રોફી જરૂરથી ઘરે લાવશે.

5. મહેન્દ્ર સિંહ ધોની
જ્યાં સિક્સની વાત આવી રહી છે અને મહેન્દ્ર સિંહ ધોનીનું નામ ના આવે એવું તો બને જ નહીં. વન ડે ક્રિકેટમાં સૌથી વધારે સિક્સ મારનારની લિસ્ટમાં મહેન્દ્ર સિંહ ધોની 5 માં નંબર પર છે. ધોનીએ ટીમ ઇન્ડિયા માટે 350 મેચ રમી, જેમાં તેમણે 229 સિક્સ મારી છે. ધોનીને દુનિયાનો સૌથી બેસ્ટ ફિનિશર માનવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news