Tokyo Olympics: ટોક્યો ઓલિમ્પિકમાં નોવાક જોકોવિચને હરાવનાર એલેક્ઝેન્ડર ઝ્વેરેવે જીત્યો ગોલ્ડ મેડલ

ઝ્વેરેવ ઓલિમ્પિકમાં પુરુષ સિંગલ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર જર્મનીનો પ્રથમ ખેલાડી બની ગયો છે. આ ઇવેન્ટનો સિલ્વર મેડલ ખાચાનોવે પોતાના નામે કર્યો, જ્યારે બ્રોન્ઝ મેડલ સ્પેનના પાલ્બો કરેન્યા બુસ્ટાએ જીત્યો છે. 
 

Tokyo Olympics: ટોક્યો ઓલિમ્પિકમાં નોવાક જોકોવિચને હરાવનાર એલેક્ઝેન્ડર ઝ્વેરેવે જીત્યો ગોલ્ડ મેડલ

ટોક્યોઃ એલેક્ઝેન્ડર ઝ્વેરેવે નોવાક જોકોવિચ પર શાનદાર વાપસીથી જીત મેળવી પોતાની લય જાળવી રાખતા રવિવારે ટોક્યો ઓલિમ્પિક ગેમ્સમાં ટેનિસમાં મેન્સ સિંગલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. જર્મનીના પાંચમી વરીયતા જ્વેરેવે ફાઇનલમાં રશિયાના કારેન ખાચનોવને 6-3, 6-1થી પરાજય આપ્યો છે. આ તેના કરિયરનું સૌથી મોટુ ટાઇટલ છે. 

છ ફુટ છ ઇંચના ઝ્રેવેરેવે પોતાની દમદાર સર્વિસ અને વિશ્વાસ ભરેલા બેકહેન્ડથી મેચ પર નિયંત્રણ બનાવી રાખ્યુ. તેણે મેચ દરમિયાન 25મી રેન્કિંગના ખાચનોવને કોઈ તક આપી નહીં. ઝ્વેરેવ ઓલિમ્પિકમાં પુરુષ સિંગલ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર જર્મનીનો પ્રથમ ખેલાડી બની ગયો છે. આ ઇવેન્ટનો સિલ્વર મેડલ ખાચાનોવે પોતાના નામે કર્યો, જ્યારે બ્રોન્ઝ મેડલ સ્પેનના પાલ્બો કરેન્યા બુસ્ટાએ જીત્યો છે. 

ઝ્વેરેવનું ગ્રાન્ડસ્લેમમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન પાછલા વર્ષે યૂએસ ઓપનના ફાઇનલમાં પહોંચવાનું હતું, જ્યાં તે બે સેટની લીડ છતાં ડોમિનિક થીમ સામે હારી ગયો હતો. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના અધ્યક્ષ થામસ બાક પણ પોતાના દેશના ખેલાડીની મેચ જોવા અહીં પહોંચ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news