Tokyo Olympic: બ્રોન્ઝ માટે રમશે સિંધુ, હોકીની મહત્વની મેચ, આ છે રવિવારે ઓલિમ્પિકમાં ભારતનો કાર્યક્રમ
ઓગસ્ટ મહિનાના પ્રથમ દિવસે ઓલિમ્પિકમાં શું ભારતને કોઈ મેડલ મળશે. રવિવારે પીવી સિંધુ અને પુરૂષ હોકી ટીમ માટે મહત્વનો દિવસ છે.
Trending Photos
ટોક્યોઃ ઓલિમ્પિક ગેમ્સમાં ભારત માટે રવિવારનો દિવસ ખુબ મહત્વનો છે. રિયો ઓલિમ્પિકની સિલ્વર મેડલિસ્ટ પીવી સિંધુ ભારતને બ્રોન્ઝ મેડલ અપાવી શકે છે. તો ભારતીય પુરૂષ હોકી ટીમ ક્વાર્ટર ફાઇનલમાં ગ્રેટ બ્રિટન સામે ટકરાશે. મનપ્રીત સિંહની ટીમની પાસે ઓલિમ્પિકમાં ભારતના ગૌરવશાળી ઈતિહાસને આગળ વધારવાની શાનદાર તક છે. જોવાનું હશે કે નવો દિવસ, નવો મહિનો અને પ્રથમ તારીખ શું રમતના મહાકુંભમાં ભારતના ભાગ્યને બદલી શકશે?
રવિવારે ભારતના મુકાબલા (ભારતીય સમયાનુસાર)
ગોલ્ફઃ અનિર્બાન લાહિડી અને ઉદયન માને, પુરૂષોનો વ્યક્તિગત સ્ટ્રોક પ્લે 4:15 AM
બેડમિન્ટનઃ મહિલા સિંગલ બ્રોન્ઝ મેડલ મુકાબલો, પીવી સિંધુ વિરુદ્ધ બિંગ જિયાઓ (ચીન) 5:00 PM
બોક્સિંગઃ પુરૂષ 91 કિલોથી વધુ ભાર વર્ગ, સતીષ કુમાર, 9:36 AM
હોકીઃ પુરૂષ ક્વાર્ટર ફાઇનલ, ભારત વિરુદ્ધ બ્રિટન, 05:30 PM
ઘોડે સવારીઃ ક્રોસ કન્ટ્રી, વ્યક્તિગત સ્પર્ધા, ફવાદ મિર્ઝા, 05:18 AM
ઓલિમ્પિકમાં 31 જુલાઈનું પ્રદર્શન
શનિવારનો દિવસ ભારત માટે સામાન્ય રહ્યો, કોઈ મેડલ તો ન મળ્યો, પરંતુ મેડલની આશા યથાવત ચે. મહિલા ટીમે દક્ષિણ આફ્રિકાને 4-3 થી હરાવી પ્રથમવાર ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી. પીવી સિંધુ મહિલા સિંગલ્સ સેમિફાઇનલમાં તાઇ ઝુ યૂઈ (ચીની તાઈપે) સામે 18-21, 12-21 થી પરાજય મળ્યો. બ્રોન્ઝ મેડલ માટે બિંગ જિયાઓ (ચીન) સામે ટકરાશે. કમલપ્રીત કૌરે મહિલાઓની ડિસ્કસ થ્રોમાં 64 મીટર થ્રો કરી ફાઇનલ માટે ક્વોલિફાઇ કર્યું, પરંતુ સીમા પૂનિયા 16માં સ્થાન પર રહી હતી.
બોક્સરોએ કર્યા નિરાશ
અમિત પંઘાલે પુરૂષોના 52 કિલો વર્ગના પ્રી ક્વાર્ટર ફાઇનલમાં યુબેરજેન માર્તિનેજ (કોલંબિયા) સામે 1-4થી હારી ગયો. પૂજા રાની મહિલાઓની 75 કિલો ભાર વર્ગ ક્વાર્ટર ફાઇનલમાં લિ કિયાન સામે 0-5થી હારીને બહાર થઈ ગઈ. જો પૂજા આ મુકાબલો જીતી હોત તો લવલીનાની જેમ સેમિફાઇનલમાં પહોંચતા જ ભારતનો વધુ એક મેડલ પાક્કો થઈ ગયો હોત.
આ પણ વાંચોઃ Tokyo Olympics: એલેન થોમસનને 100 મી. ઇવેન્ટમાં ગોલ્ડ જીતી રચ્યો ઈતિહાસ, બનાવ્યો ઓલિમ્પિક રેકોર્ડ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે