ટાઇગર વુડ્સની સિદ્ધિ, 11 વર્ષ બાદ જીત્યું 15મું મેજર ટાઇટલ

છેલ્લા 11 વર્ષથી ટાઇટલ માટે રાહ જોઈ રહેલા 43 વર્ષના અમેરિકી ધુરંધર વુડ્સે 2008 યૂએસ ઓપન બાદ પ્રથમ ટાઇટલ પોતાના નામે કર્યું છે. 

ટાઇગર વુડ્સની સિદ્ધિ, 11 વર્ષ બાદ જીત્યું 15મું મેજર ટાઇટલ

ઓગસ્ટાઃ ટાઇટર વુડ્સે વિવાદો અને કરિયર માટે આફત બનેલી ઈજામાંથી બહાર આવીને શાનદાર વાપસી કરતા નાઇન રૈલીની સાથે 83માં માસ્ટર્સ ગોલ્ફ ટાઇટલ જીત્યું જે તેના કરિયરનું 15મું ટાઇટલ છે. 

છેલ્લા 11 વર્ષથી ટાઇટલ માટે રાહ જોઈ રહેલા 42 વર્ષના અમેરિકી ધુરંધર વુડ્સે 2008માં યૂએસ ઓપન બાદ પ્રથમ ટાઇટલ પોતાના નામે કર્યું છે. તેણે જીત બાદ કહ્યું, જે પણ થયું, ત્યારબાદ આ અદ્ભૂત છે. હું ચાલી શકતો નહતો, સુઈ શકતો નહતો અને કંઇ કરી શકતો નહતો. તેવામાં વાપસી કરીને ટાઇટલ જીતવું અદ્ભૂત છે. 

— Tiger Woods (@TigerWoods) April 15, 2019

ટાઇગર વુડ્સઃ 15 મેજર ચેમ્પિયનશિપ

- ધ માસ્ટર્સ (5) - 1997, 2001, 2002, 2005, 2019.

- યૂએસ ઓપન (3)- 2000, 2002, 2008.

- બ્રિટિશ ઓપન (3)- 2000, 2005, 2006.

- પીજીએ (4)- 1999, 2000, 2006, 2007.

As @TigerWoods dons his fifth #Masters green jacket, here's a look back at his other four. pic.twitter.com/iCvFc7tz8c

— AFP Sport (@AFP_Sport) April 15, 2019

વુડ્સનું 2005 બાદ આ પ્રથમ અને કુલ પાંચમું માસ્ટર્સ ટાઇટલ છે. તેણે 13 અન્ડર 275નો સ્કો કરીને 1.82 મિલિયન યૂરો ઈનામ તરીકે જીત્યા છે. અમેરિકાના બ્રૂક્સ કોપકા, ડસ્ટિન જોનસન અને સૈન્ડર શાફેલે બીજા સ્થાન પર રહ્યાં હતા. 

મેજર ટાઇટલ જીતવાના મામલામાં અમેરિકાના જૈક નિકલોસ જ હવે વુડ્સથી આગળ છે. નિકલોસે કુલ 18 મેજર ટાઇટલ જીત્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news