IPL 2021: આઈપીએલની 14મી સિઝનમાં આ 4 અનકેપ્ડ ખેલાડીઓ મચાવી શકે છે કહેર

9 એપ્રિલથી IPLની 14મી સિઝન રમાશ અને તેમાં દેશ અને વિદેશના અનકેપ્ડ પ્લેયર્સ ભાગ લેશે. આ વાતને ધ્યાને રાખી અમે તમને એવા 4 પ્લેયર્સ વિશે જણાવીશું જે આગામી સિઝનમાં ધૂમ મચાવી શકે છે.

Trending Photos

IPL 2021: આઈપીએલની 14મી સિઝનમાં આ 4 અનકેપ્ડ ખેલાડીઓ મચાવી શકે છે કહેર

નવી દિલ્હીઃ IPL યુવાઓ માટે પોતાનું ટેલન્ટ બતાવવાનું શાનદાર મંચ છે. 2008માં શરૂ થયેલી આ ટૂર્નામેન્ટ તેની ટ્રોફી પર લખાયેલા ગોલ્ડન શબ્દો પર યથાવત્ છે. સંસ્કૃતમાં લખાયેલું છે યત્ર પ્રતિભા અવશરા પ્રપનોતિહી જેનો અર્થ છે જ્યાં પ્રતિભાઓને અવસર મળે છે. અને હકીકતમાં IPLમાં નવી ઉભરતી પ્રતિભાઓને અવસર મળે છે. જેનું ઉદાહરણ છે જસપ્રિત બુમરાહ, હાર્દિક પંડ્યા, ટી નટરાજન જેવા પ્લેયર્સ IPLમાંથી જ સ્ટાર બન્યા છે. ત્યારે IPL 2021માં પણ ઓછા પ્રસિદ્ધ અનકેપ્ડ પ્લેયર્સ ભાગ લઈ રહ્યા છે અને તેમના તરફથી સારા પ્રદર્શનની આશા રાખવામાં આવી રહી છે.

1. ચેતન સાકરિયા
ઘરેલુ ખેલાડીયો માટે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરીને ઓક્શનમાં ટીમોને પ્રભાવિત કરવાનો સારો ચાન્સ મળ્યો હતો. તેવામાં ગુજરાતના લેફ્ટ હેન્ડેડ ફાસ્ટ બોલર ચેતન સાકરિયા સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સારી બોલિંગ કરી હતી. જેના પરિણામે રાજસ્થાન રોયલ્સ ફ્રેનચાઈઝીએ તેને 1.2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ચેતને 5થી ઓછી ઈકોનોમીથી 12 વિકેટ લીધી હતી. જો રાજસ્થાનની ટીમ ચેતનને ચાન્સ આપશે તો તે સારુ પ્રદર્શન કરી શકે છે.

Image preview

2. મોહમ્મદ અઝરૂદ્દીન
કેરલના મોહમ્મદ અઝરૂદ્દીન ત્યારે લાઈમસાઈટમાં આવ્યો જ્યારે તેણે સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં 37 બોલમાં સેન્ચુરી મારી હતી. અઝરૂદ્દીને 52 બોલમાં 137 રનની ઈનિંગ રમી હતી. તેની આ બેટિંગથી ઘણા લોકો પ્રભાવિત થયા હતા. જેના પગલે તેને રોયલ ચેલેન્જર્સની ટીમે ખરીદ્યો છે. ત્યારે, અઝરૂદ્દીનની તોફાની બેટિંગ આ વખતે IPLમાં જોવા મળી શકે છે.

Image preview

3. માર્કો જાનશેન
દક્ષિણ આફ્રિકાના યુવા ડાબેરી પેસ બોલર વિશે IPLની હરાજી પહેલાં ભાગ્યે જ કોઈએ સાંભળ્યું હશે. IPL 2021ની હરાજીમાં પાંચ વખતના IPL વિજેતા મુંબઇ ઇન્ડિયન્સે આ બોલરને ખરીદ્યો ત્યારે દરેકને આશ્ચર્ય થયું હતું. 20 લાખના બેઝ પ્રાઈઝ પર જાનસેનને ખરીદ્યા બાદ મુંબઇના સપોર્ટ સ્ટાફમાં રહેલા ઝહીર ખાન પણ ખૂબ ખુશ હતા. જાનસેન 2017-18ના ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમિયાન ટીમનો નેટ બોલર હતો અને તેણે તેની બોલિંગથી લોકોને પ્રભાવિત કર્યા હતા. બુમરાહ અને બોલ્ટની જોડી સાથે જાનસેનની બોલિંગ પર પણ ઘણી આશાઓ છે.

Image preview

4. શાહરૂખ ખાન
આ હરાજીમાં તામિલનાડુના ઓલરાઉન્ડર શાહરૂખ ખાનને આખરે તેની મહેનતનું ફળ મળ્યું છે. આ સિઝનની હરાજીમાં શાહરૂખને પંજાબ કિંગ્સની ટીમે 5.25 કરોડ રૂપિયાની જંગી રકમ સાથે ખરીદ્યો હતો. શાહરૂખ છેલ્લા ઘણા સમયથી ઘરેલું ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. છેલ્લી સિઝનની હરાજીમાં કોઈ પણ ટીમે આ ખેલાડી ખરીદવામાં રસ નહોતો બતાવ્યો. ત્યારે, આ વર્ષે શાહરૂખ ખૂબ જ સારી લયમાં છે અને જો તેને આઈપીએલમાં તક મળે તો તે આ લીગમાં પોતાની કુશળતા પ્રદર્શિત કરી શકે છે.

Image preview

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news