IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે તૂટશે રેકોર્ડ, રોહિત-કોહલીની પાસે જબરદસ્ત તક
ટીમ ઈન્ડિયા ટી-20 વર્લ્ડકપની પહેલા ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની ટી-20 સિરીઝ રમી રહી છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીની પાસે આ સિરીઝમાં અનેક રેકોર્ડ તોડવાની તક છે. જેમાં ટી-20 ક્રિકેટમાં સૌથી વધારે સિક્સ ફટકારવાનો રેકોર્ડ પણ છે.
Trending Photos
નવી દિલ્લી: ટીમ ઈન્ડિયા ટી-20 વર્લ્ડકપની પહેલા ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની ટી-20 સિરીઝ રમી રહી છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીની પાસે આ સિરીઝમાં અનેક રેકોર્ડ તોડવાની તક છે. 20 સપ્ટેમ્બર એટલે મંગળવારથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ સિરીઝની શરૂઆત થઈ રહી છે.
ટી-20માં સૌથી વધારે સિક્સનો રેકોર્ડ બનાવશે રોહિત:
એશિયા કપમાં કેપ્ટન રોહિત શર્મા પોતાના રંગમાં જોવા મળ્યો હતો. ટી-20 વર્લ્ડકપ પહેલા રોહિત શર્માનું ફોર્મમાં આવવું ભારત માટે શુભ છે. કેપ્ટન રોહિતની પાસે આ સિરીઝમાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કરવાની તક છે. તે ટી-20 ઈન્ટરનેશનલમાં સૌથી વધારે સિક્સ ફટકારનારો ખેલાડી બની શકે છે. તેના નામે 171 સિક્સ છે. જ્યારે રેકોર્ડ પોતાના નામે કરવા માટે તેને માત્ર 2 જ સિક્સ ફટકારવાની છે.
ટી-20માં સૌથી વધારે સિક્સ:
1. માર્ટિન ગુપ્ટિલ - 121 મેચ, 172 સિક્સ
2. રોહિત શર્મા - 136 મેચ, 171 સિક્સ
3. ક્રિસ ગેલ - 79 મેચ, 124 સિક્સ
રોહિત અને કોહલીની વચ્ચે રેસ:
કેપ્ટન રોહિત શર્મા અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની વચ્ચે રેકોર્ડને લઈને એક લાંબી રેસ ચાલી રહી છે. બંને ટી-20 ઈન્ટરનેશનલમાં સૌથી વધારે રન બનાવવાના મામલામાં ટોપ-2માં છે. સાથે જ ટી-20 ઈન્ટરનેશનલમાં સૌથી વધારે 50 રનનો સ્કોર બનાવવનાર પણ બંનેના નામે જ છે. અનેકવાર એવું બન્યું છેકે એકબીજાને પછાડતાં જોવા મળ્યા છે.
ટી-20 ઈન્ટરનેશનલમાં સૌથી વધારે રન:
1. રોહિત શર્મા - 136 મેચ, 3620 રન
2. વિરાટ કોહલી - 104 મેચ, 3584 રન
3. માર્ટિન ગુપ્ટિલ - 121 મેચ, 3497 રન
ટી-20 ઈન્ટરનેશનલમાં સૌથી વધારે 50+નો સ્કોર:
1. વિરાટ કોહલી - 33 (32 ફિફ્ટી, 1 સદી)
2. રોહિત શર્મા - 32 (28 ફિફ્ટી, 4 સદી)
3. બાબર આઝમ - 27 (26 ફિફ્ટી, 1 સદી)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે