Team India: ન્યૂઝીલેન્ડ પ્રવાસ બાદ થશે ધરખમ ફેરફાર, એક સાથે આ 8 ખેલાડી થશે ટીમ ઈન્ડિયામાંથી બહાર

Indian Cricket Team: ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ પ્રવાસની શરૂઆત 3 મેચોની ટી20 સિરીઝથી કરી હતી. આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાએ 1-0થી બાજી મારી હતી. જ્યારે હવે બંને ટીમો વચ્ચે 3 મેચની વનડે સિરીઝ રમાઈ રહી છે. ન્યૂઝીલેન્ડ બાદ ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશના પ્રવાસે જશે. પરંતુ ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર વનડે સિરીઝ રમી રહેલા 8 ખેલાડીઓ બાંગ્લાદેશ વિરુદ્ધ વનડે રમતા જોવા મળશે નહીં.

Team India: ન્યૂઝીલેન્ડ પ્રવાસ બાદ થશે ધરખમ ફેરફાર, એક સાથે આ 8 ખેલાડી થશે ટીમ ઈન્ડિયામાંથી બહાર

Indian Cricket Team: ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ પ્રવાસની શરૂઆત 3 મેચોની ટી20 સિરીઝથી કરી હતી. આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાએ 1-0થી બાજી મારી હતી. જ્યારે હવે બંને ટીમો વચ્ચે 3 મેચની વનડે સિરીઝ રમાઈ રહી છે. ન્યૂઝીલેન્ડ બાદ ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશના પ્રવાસે જશે. પરંતુ ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર વનડે સિરીઝ રમી રહેલા 8 ખેલાડીઓ બાંગ્લાદેશ વિરુદ્ધ વનડે રમતા જોવા મળશે નહીં. બાંગ્લાદેશ પ્રવાસમાં ભારતની સીનિયર ટીમ ઉતરવાની છે. 

આ 8 ખેલાડીઓ આગામી સિરીઝમાં જોવા મળશે નહીં
બાંગ્લાદેશ પ્રવાસ દરમિયાન ટીમ ઈન્ડિયા 3 મેચોની વનડે સિરીઝ અને 2 ટેસ્ટ મેચ રમશે. આ દરમિયાન નિયમિત કેપ્ટન રોહિત શર્મા સહિત સીનિયર ખેલાડીઓ ટીમમાં વાપસી કરશે. જ્યારે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વનડે સિરીઝ રમી રહેલા શુભમન ગીલ, દીપક હુડ્ડા, સૂર્યકુમાર યાદવ, સંજૂ સેમસન, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ અને ઉમરાન મલિકને બાંગ્લાદેશ વિરુદ્ધ વનડે સિરીઝમાં આરામ આપવામાં આવ્યો છે. 

બાંગ્લાદેશ પ્રવાસે ટીમ ઈન્ડિયા

વનડે સિરીઝ: રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, રજત પાટીદાર, શ્રેયસ ઐય્યર, રાહુલ ત્રિપાઠી, ઋષભ પંત (વિકેટકિપર), ઈશાન કિશન (વિકેટકિપર), શાહબાજ અહેમદ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમમદ સિરાજ, દીપક ચાહર, કુલદીપ સેન. 

ટેસ્ટ સિરીઝ: રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી,  શ્રેયસ ઐય્યર, ઋષભ પંત (વિકેટકિપર), કેએસ ભરત (વિકેટકિપર), રવિચંદ્રન અશ્વિન, સૌરભ કુમાર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ. 

આ વીડિયો પણ ખાસ જુઓ...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news