ટીમ ઈન્ડિયા IPL 2024 સુધી આ દેશ સામે રમશે સિરીઝ, જાણી લો તારીખ અને કાર્યક્રમ
ટીમ ઈન્ડિયા ભલે હજુ વિશ્વકપની હારના દુખમાંથી બહાર ન આવી હોય પરંતુ 23 નવેમ્બરથી ટીમ ફરી મેદાનમાં ઉતરવાની છે. હવે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટી20 સિરીઝ રમાવાની છે.
Trending Photos
Team India Schedule : ઓસ્ટ્રેલિયાએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે વિશ્વ કપ 2023ના ફાઈનલમાં ટીમ ઈન્ડિયાને હરાવી છઠ્ઠીવાર વિશ્વકપની ટ્રોફી જીતી ઈતિહાસ રચી દીધો હતો. ટીમ ઈન્ડિયાની પાસે તક હતી કે તે ઘરઆંગણે 12 વર્ષ બાદ વર્લ્ડ ચેમ્પિયન બને પરંતુ ટીમ માટે રવિવારનો દિવસ ખરાબ રહ્યો હતો. આ વચ્ચે દેશમાં હારનો ગમ જોવા મળી રહ્યો છે, તો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ફરી શરૂ થઈ રહ્યું છે.
ટીમ ઈન્ડિયા 23 નવેમ્બરથી ઉતરશે મેદાનમાં
જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાત આવે તો આ સમયે વ્યસ્ત કેલેન્ડર છે અને 23 નવેમ્બરથી ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચની ટી20 સિરીઝ શરૂ થઈ રહી છે. ઓસ્ટ્રેલિયાના છ વિશ્વ ચેમ્પિયન ખેલાડી ટી20 ટીમનો ભાગ છે. સાથે આ ટીમ આગામી ટી20 વિશ્વકપની તૈયારી કરી રહી છે, જે આગામી વર્ષે જૂનમાં રમાવાનો છે. ભારતે પણ આ માટે ટીમ જાહેર કરી દીધી છે. જેમાં સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
ટીમ ઈન્ડિયા કરશે સાઉથ આફ્રિકાનો પ્રવાસ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20I સિરીઝ 3 ડિસેમ્બરે સમાપ્ત થશે. ત્યારબાદ ભારતીય ટીમ ત્રણ વનડે, આટલી T20I અને બે ટેસ્ટ મેચ માટે આફ્રિકાનો પ્રવાસ કરશે. આ પ્રવાસ 10 ડિસેમ્બરે ટી20 સિરીઝની સાથે શરૂ થશે, જ્યારે ત્રણ વનડે મેચમાં પ્રથમ મેચ 17 ડિસેમ્બરે રમાશે. બોક્સિંગ ડે અને નવા વર્ષથી બે ટેસ્ટ મેચ નક્કી છે, જે 26 ડિસેમ્બર અને 3 જાન્યુઆરીથી શરૂ થશે.
આઈપીએલ 2024 પહેલા શરૂ થશે સિરીઝ
ત્યારબાદ ભારત 11 જાન્યુઆરીથી શરૂ થનાર ત્રણ મેચની સિરીઝમાં અફઘાનિસ્તાનની યજમાની કરશે અને આ સિરીઝ પૂર્ણ થવાના આઠ દિવસની અંદર ઈંગ્લેન્ડ 26 જાન્યુઆરીથી સરૂ થનારી પાંચ મેચની ટેસ્ટ સિરીઝમાં યજમાન ટીમને પડકાર આપશે. આ ટેસ્ટ સિરીઝ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ છે. આ સિરીઝ 14 માર્ચ સુધી ચાલશે અને ત્યારબાદ આઈપીએલ શરૂ થશે. આઈપીએલના સમાપન બાદ ટી20 વિશ્વકપ જૂન 2024માં શરૂ થવાનો છે.
વિશ્વકપ 2023 બાદ ભારતનો કાર્યક્રમ
ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા: 5 મેચની T20 શ્રેણી: 23 નવેમ્બરથી 3 ડિસેમ્બર
ભારત વિરૂદ્ધ દક્ષિણ આફ્રિકા પ્રવાસ: 3 T20, 3 ODI અને 2 ટેસ્ટ - 10 ડિસેમ્બરથી 7 જાન્યુઆરી
ભારત વિરુદ્ધ અફઘાનિસ્તાન: 3 મેચની T20 શ્રેણી: 11 જાન્યુઆરીથી 17 જાન્યુઆરી
ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ: 5 મેચની ટેસ્ટ શ્રેણી: 25 જાન્યુઆરીથી 11 માર્ચ
IPL 2024: માર્ચ-એપ્રિલ-મે 2024
વેસ્ટ ઈન્ડિઝ/યુએસએમાં T20 વર્લ્ડ કપ: જૂન 2024
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે