Team India: ટીમ ઇન્ડીયાએ રચ્યો ઇતિહાસ, આમ કરનાર બન્યો દુનિયાનો બીજો દેશ

ICC Rankings: ટીમ ઈન્ડિયાના નામે એક ઐતિહાસિક મહારેકોર્ડ જોડાઈ ગયો છે. ખરેખર, ભારતીય ક્રિકેટ ટીમે એવો ચમત્કાર કર્યો છે કે તેણે ઇતિહાસ રચી દીધો છે. આ રેકોર્ડ હાંસલ કરવો હજુ ઓસ્ટ્રેલિયાની પહોંચની વાત રહ્યો નથી.

Team India: ટીમ ઇન્ડીયાએ રચ્યો ઇતિહાસ, આમ કરનાર બન્યો દુનિયાનો બીજો દેશ

ICC Rankings: ટીમ ઈન્ડિયાના નામે એક ઐતિહાસિક મહારેકોર્ડ જોડાઈ ગયો છે. ખરેખર, ભારતીય ક્રિકેટ ટીમે એવો ચમત્કાર કર્યો છે કે તેણે ઇતિહાસ રચી દીધો છે. આ રેકોર્ડ હાંસલ કરવો હજુ ઓસ્ટ્રેલિયાની પહોંચની વાત રહ્યો નથી. ભારતીય ક્રિકેટ ટીમે નવો ઈતિહાસ રચ્યો છે. ICCએ તાજેતરની રેન્કિંગ જાહેર કરી છે, જે મુજબ ભારત હવે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં વિશ્વની નંબર 1 ટીમ છે. નવીનતમ ICC રેન્કિંગ અનુસાર, ભારતનું રેટિંગ ટેસ્ટમાં 118 પોઈન્ટ, વનડેમાં 116 રેટિંગ પોઈન્ટ અને T20 ઈન્ટરનેશનલમાં 264 પોઈન્ટ છે. ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ભારત વિશ્વની નંબર-1 ટીમ છે.

ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ
આ સાથે, ભારતીય ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો છે અને તે જ સમયે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટ, ટેસ્ટ, ODI અને T20 આંતરરાષ્ટ્રીયમાં વિશ્વની નંબર 1 ટીમ બની ગઈ છે. ટીમ ઈન્ડિયા હાલમાં ટેસ્ટ, ODI અને T20 ઈન્ટરનેશનલમાં વિશ્વની નંબર-1 ટીમ છે. ભારતીય ક્રિકેટ ટીમે પ્રથમ વખત આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.

આમ કરનાર વિશ્વનો બન્યો બીજો દેશ 
ભારતે એક સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટ, ટેસ્ટ, ODI અને T20માં વિશ્વની નંબર-1 ટીમ બનીને નવો ઈતિહાસ રચ્યો છે. તમને જણાવી દઈએ કે આ પહેલા ટીમ ઈન્ડિયા ક્યારેય પણ ઈન્ટરનેશનલ ક્રિકેટના ત્રણેય ફોર્મેટ, ટેસ્ટ, ODI અને T20માં એક સાથે વર્લ્ડ નંબર-1 ટીમ બની શકી ન હતી, પરંતુ હવે ટીમ ઈન્ડિયાએ આ શાનદાર રેકોર્ડ બનાવી લીધો છે. 

તમને જણાવી દઈએ કે ભારત પહેલા વર્ષ 2013માં એક જ સમયે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટ, ટેસ્ટ, ODI અને T20માં માત્ર એક જ ટીમ વિશ્વની નંબર-1 ટીમ બની શકી હતી અને તે છે દક્ષિણ આફ્રિકા છે. વર્ષ 2013માં દક્ષિણ આફ્રિકાની ટીમે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટ, ટેસ્ટ, ODI અને T20માં એક જ સમયે વિશ્વની નંબર-1 ટીમ બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. દક્ષિણ આફ્રિકા બાદ હવે ટીમ ઈન્ડિયાએ આ મહાન રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

ICC રેન્કિંગમાં ભારતીય ક્રિકેટનો દબદબો
નંબર 1 ટેસ્ટ ટીમ - ભારત
નંબર 1 T20 ટીમ - ભારત
નંબર 1 ODI ટીમ - ભારત

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news