અક્ષર પટેલને કારણે તબાહ થયું આ ક્રિકેટરનું કરિયર, મજબૂરીમાં લેવું પડ્યું સંન્યાસ
Team India: ભારતીય ક્રિકેટ ટીમના લેફ્ટ આર્મ સ્પીનર અક્ષર પટેલે એક પ્લેયરનું કરિયર ખતમ કરી દીધું, લાંબા સમય સુધી ટીમ ઈન્ડિયાથી બહાર રહ્યા બાદ આ ખેલાડીએ આ વર્ષે માર્ચમાં ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી
Trending Photos
Team India Cricketer: ભારતીય ક્રિકેટ ટીમના લેફ્ટ આર્મ સ્પીનર અક્ષર પટેલે એક પ્લેયરનું કરિયર ખતમ કરી દીધું. લાંબા સમય સુધી ટીમ ઈન્ડિયાથી બહાર રહ્યા બાદ આ ખેલાડીએ આ વર્ષે માર્ચમાં જ સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. ટીમ ઈન્ડિયાના આ ક્રિકેટરે પોતાની અંતિમ ટેસ્ટ મેચ ફેબ્રુઆરી 2021 માં ઈંગ્લેન્ડની વિરુદ્ધ 5 મેચમાં ટેસ્ટ સિરીઝ દરમિયાન રમી હતી. મજેદાર બાબત એ છે કે, ઈંગ્લેન્ડની સામે વર્ષ 2021 માં રમાયેલી તમામ પાંચ મેચની ટેસ્ટ સીરિઝમાં અક્ષર પટેલે ટીમ ઈન્ડિયા માટે પોતાનુ ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. અક્ષર પટેલની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી થતા જ આ ક્રિકેટર માટે ભારતીય ટેસ્ટ ટીમના દરવાજા બંધ થઈ ગયા. ટીમ ઈન્ડિયિના આ ક્રિકેટરનુ કરિયર ભારતીય ક્રિકેટ ટીમના લેફ્ટ આર્મ સ્પીનર અક્ષર પટેલને કારણે તબાહ થઈ ગયું.
કોણ છે આ પ્લેયર
આ ક્રિકેટર બીજું કોઈ નહિ, પરંતું લેફ્ટ આર્મ સ્પીનર શાહબાજ નદીમ છે. શાહબાજ નદીમે ભારત માટે કુલ બે ટેસ્ટ મેચ રમી હતી, જેમાં તેઓએ 8 વિકેટ મેળવી હતી. ભારતના 34 વર્ષના લેફ્ટ આર્મ સ્પિનર શાહબાજ નદીમે ટીમ ઈન્ડિયા માટે પોતાની અંતિમ ટેસ્ટ મેચ 5-9 ફેબ્રુઆરી, 2021 માં ઈંગ્લેન્ડની સામે ચેન્નાઈમાં રમી હતી. શાહબાજ નદીનું ફર્સ્ટ ક્લાસમાં રેકોર્ડ બહુ જ શાનદાર રહ્યું.
શાહબાજ નદીમે 140 મેચમાં 28.86 ની ટકાવારીથી 542 વિકેટ લીધી હતી. અક્ષર પટેલની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી બાદથી શાહબાજ નદીમનું ટેસ્ટનું કરિયર લગભગ નાબૂદ થઈ ગયું. અક્ષર પટેલે ઈંગ્લેન્ડની વિરુદ્ધ 13-17 ફેબ્રુઆરી, 2021 માં ઈંગ્લેન્ડની વિરુદ્ધ ચેન્નઈમાં પોતાનું ડેબ્યુ કર્યું હતું. તેના બાદથી તે ટીમ ઈન્ડિયાનો એક ભાગ બન્યો હતો.
ટેસ્ટમાં અક્ષર પટેલનો રેકોર્ડ
અક્ષર પટેલે અત્યાર સુધી રમાયેલી 14 ટેસ્ટ મેચોમાં 55 વિકેટ લીધી છે. જોકે, ફર્સ્ટ ક્લાસમાં શાહબાઝ નદીમનો રેકોર્ડ ઘણો શાનદાર છે. શાહબાઝ નદીમે 140 મેચમાં 28.86ની એવરેજથી 542 વિકેટ લીધી છે. શાહબાઝ નદીમે 19 ઓક્ટોબર 2019 ના રોજ દક્ષિણ આફ્રિકા સામેની રાંચી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયા માટે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી હતી. શાહબાઝ નદીમે દક્ષિણ આફ્રિકા સામે રાંચીમાં રમાયેલી ડેબ્યૂ ટેસ્ટ મેચમાં 4 વિકેટ લીધી હતી. શાહબાઝ નદીમે અત્યાર સુધી 72 IPL મેચમાં 48 વિકેટ ઝડપી છે. શાહબાઝ નદીમે તેની છેલ્લી આઈપીએલ મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ માટે વર્ષ 2021માં રમી હતી. શાહબાઝ નદીમ IPL 2022માં લખનૌ સુપર જાયન્ટ્સ ટીમનો ભાગ હતો, પરંતુ તેને એક પણ મેચ રમવાની તક મળી ન હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે