ટીમ ઈન્ડિયામાં શોએબ અખ્તર જેવા ખૂંખાર બોલરની એન્ટ્રી, આગના ગોળાની જેમ ફેંકે છે બોલ

સિલેક્શન કમિટીએ ટીમ ઈન્ડિયામાં શોએબ અખ્તર જેવા ખૂંખાર બોલરની એન્ટ્રી કરાવી છે. જ્યારે આ બોલર બોલિંગ કરે છે ત્યારે એવું લાગે જાણે બોલ નહીં પરંતુ આગનો ગોળો ફેકે છે. 

ટીમ ઈન્ડિયામાં શોએબ અખ્તર જેવા ખૂંખાર બોલરની એન્ટ્રી, આગના ગોળાની જેમ ફેંકે છે બોલ

Team India Announced For T20I Series: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની સિલેક્શન કમિટીએ બાંગ્લાદેશ વિરુદ્ધ 3 મેચોની ટી20 ઈન્ટરનેશનલ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દીધી છે. અત્રે જણાવવાનું કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 6 ઓક્ટોબરથી 12 ઓક્ટોબર સુધી 3 મેચોની ટી20 ઈન્ટરનેશનલ સિરીઝ રમાશે. સિલેક્શન કમિટીએ ટીમ ઈન્ડિયામાં શોએબ અખ્તર જેવા ખૂંખાર બોલરની એન્ટ્રી કરાવી છે.  જ્યારે આ બોલર બોલિંગ કરે છે ત્યારે એવું લાગે જાણે બોલ નહીં પરંતુ આગનો ગોળો ફેકે છે. 

ટીમ ઈન્ડિયામાં થઈ ખૂંખાર બોલરની એન્ટ્રી
નવી દિલ્હીમાં જન્મેલા અને બિહાર સાથે સંબંધ ધરાવતા ફાસ્ટ બોલર મયંક યાદવની પહેલીવાર ટીમ ઈન્ડિયામાં પસંદગી થઈ છે. મયંક યાદવે આઈપીએલ 2024માં લખનઉ સુપર જાયન્ટ્સ માટે રમતા સૌથી ફાસ્ટ બોલ નાખીને તહેલકો મચાવ્યો હતો. મયંક યાદવે આઈપીએલ 2024ની સીઝનમાં આરસીબી વિરુદ્ધ એક મેચમાં 156.7 કિમી પ્રતિ કલાકની ઝડપથી બોલ ફેંક્યો હતો. મયંક યાદવ સતત 150 કિમી પ્રતિ કલાકની ઉપર બોલ ફેંકવામાં એક્સપર્ટ છે. સતત 150 કિમી પ્રતિ કલાકની ઝડપથી બોલિંગ કરવાની ક્ષમતાએ મયંક યાદવને ટીમ ઈન્ડિયામાં જગ્યા અપાવી છે. 

156.7 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો
આઈપીએલ 2024 સીઝનમાં મયંક યાદવ 156.7 કિમી પ્રતિ કલાકની ઝડપથી બોલ નાખીને રાતોરાત સ્ટાર બની ગયો હતો. મયંક યાદવ જેવો ખતરનાક ફાસ્ટ બોલર ટીમ ઈન્ડિયામાં તક મેળવવા માટે હકદાર હતો. મયંક યાદવ આઈપીએલમાં લખનઉ સુપર જાયન્ટ્સ માટે ક્રિકેટ રમે છે. મયંક યાદવને લખનઉ સુપર જાયન્ટ્સે આઈપીએલ 2022ની હરાજીમાં 20 લાખની બેસ પ્રાઈસમાં ખરીદ્યો હતો. આઈપીએલ 2024માં મયંક યાદવના યોર્કરને રમવું એ મોટા મોટા ધૂરંધરો માટે પણ સમસ્યા જેવું બન્યું હતું. ભારતીય ટીમની સાથે સાથે ક્રિકેટ પ્રેમીઓને પણ મયંક યાદવથી સારી એવી આશા છે. જે રીતે સમય સાથે મયંક યાદવની ઝડપ વધતી જશે તે કહેતા ખોટું નહીં હોય કે શોએબ અખ્તરના રેકોર્ડને પણ તે તોડી શકે છે. 

શોએબનો રેકોર્ડ
મયંક યાદવ જો તેની સ્પીડને વધુ સારી બનાવે તો તે શોએબ અખ્તરનો વર્લ્ડ રેકોર્ડ તોડી શકે છે. હાલ દુનિયામાં સૌથી ફાસ્ટ બોલ નાખવાનો રેકોર્ડ પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરના નામે છે. શોએબ અખ્તરે 2003 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ક્રિકેટ ઈતિહાસનો સૌથી ફાસ્ટ બોલ ફેંક્યો હતો. વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ શોએબે જે બોલ ફેંક્યો હતો તેની સ્પીડ 161.3 kmph ની હતી. શોએબનો આ રેકોર્ડ તોડવામાં હજુ સુધી કોઈને સફળતા મળી નથી. જે આ રેકોર્ડની મહાનતા દર્શાવે છે. આ બોલરે પોતાના કરિયરમાં અનેકવાર 150નો આંકડો પાર કર્યો હતો જે ખુબ મુશ્કેલ કહેવાતું હતું. 

મયંકને ગમતા જેટ
મયંક યાદવને બાળપણમાં જ જેટ વિમાન ગમતા હતા અને તેમાંથી પ્રેરણા મળતી હતી. મયંક યાદવને બાળપણથી જ  જેટ વિમાન, રોકેટ અને સુપર બાઈકની સ્પીડે રોમાંચિત કર્યો છે. મયંક યાદવનો જન્મ દિલ્હીમાં થયો પરંતુ તેનું કનેક્શન બિહાર સાથે છે. મયંક યાદવ સુપૌલના મરોના પ્રખંડના રતહો ગામ સાથે સંબંધ ધરાવે છે. મયંક યાદવના પિતા પ્રભુ યાદવ દિલ્હીમાં દુરા ઈન્ડિયા ટોન પ્રા લિમિટેડ નામની સાઈરન બનાવતી  કંપનીમાં કામ કરે છે. કોરોા સમયે પ્રભુ યાદવનો બિઝનેસ ડૂબી ગયો હતો. 

ચા, ઈંડા વેચ્યા
મયંક યાદવના પિતા પ્રભુ યાદવે ચાની દુકાન અને ઈંડાની લારી પર કામ કરવું પડ્યું હતું. મયંક યાદવ ભવિષ્યનો સુપરસ્ટાર ગણાય છે. મયંક યાદવ હજુ તો 22 વર્ષનો જ છે. મયંક યાદવને લખનઉ સુપર જાયન્ટ્સે આઈપીએલ 2022ની હરાજીમાં 20 લાખ રૂપિયાની બેસ પ્રાઈસમાં ખરીદ્યો હતો. મયંક યાદવ ઈજાને કારણે આઈપીએલ 2023ની ટુર્નામેન્ટમાંથી બહાર થયો હતો. આઈપીએલ 2024માં જ્યારે વાપસી કરી તો પોતાની ઝડપને કારણે કહેર મચાવી દીધો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news