T20 World Cup 2022: ICC એ T20 વર્લ્ડકપ 2022 માટે પસંદ કર્યા 5 સર્વશ્રેષ્ઠ પ્લેયર, લિસ્ટમાં એક ભારતીય
ICC એ ટી20 વર્લ્ડ કપ માટે પોતાના 5 સર્વશ્રેષ્ઠ ખેલાડીઓ પસંદ કર્યાં છે, જે ટી20 વિશ્વકપ 2022માં શાનદાર પ્રદર્શન કરી શકે છે. આવો જાણીએ આ ખેલાડીઓ વિશે.
Trending Photos
નવી દિલ્હીઃ T20 World Cup 2022: ક્રિકેટના મહાકુંભ ટી20 વિશ્વકપ 2022ની શરૂઆત 16 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયાની ધરતી પર થવા જઈ રહી છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમે બે વખત આ ટૂર્નામેન્ટની ટ્રોફી જીતી છે. તો ભારત, પાકિસ્તાન, ઈંગ્લેન્ડ, શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા એક-એક વાર ચેમ્પિયન બન્યા છે. ટી20 વિશ્વકપ માટે આઈસીસીએ 5 ખેલાડી પસંદ કર્યાં છે, જે શાનદાર પ્રદર્શન કરે છે. તેમાં એક ભારતીય ખેલાડીને પણ જગ્યા મળી છે.
આ 5 ખેલાડીઓને ICC એ આપી જગ્યા
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ ભારતના મધ્ય ક્રમના બેટર સૂર્યકુમાર યાદવ સહિત પાંચ ખેલાડીઓને પસંદ કર્યાં છે, જેના માટે આશા છે કે તે ઓસ્ટ્રેલિયામાં શરૂ થનારા વિશ્વકપમાં સારૂ પ્રદર્શન કરશે. સૂર્યકુમાર યાદવ સિવાય ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વોર્નર, શ્રીલંકાનો ઓલરાઉન્ડર હસરંગા, ઈંગ્લેન્ડનો કેપ્ટન જોસ બટલર અને પાકિસ્તાનનો ઓપનર મોહમ્મદ રિઝવાન છે.
સૂર્યકુમારનું કમાલનું પ્રદર્શન
સૂર્યકુમાર યાદવનું આ વર્ષે ટી20માં દમદાર પ્રદર્શન રહ્યું છે. તે 2022માં ટી20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટર છે. તેવામાં રોહિત શર્માને ટી20 વિશ્વકપમાં સૂર્યકુમાર પાસે મોટી આશા હશે. તો સૂર્યકુમાર યાદવ સતત સારૂ પ્રદર્શન કરવાને કારણે આઈસીસી રેન્કિંગમાં પણ બીજા સ્થાને પહોંચી ગયો છે.
ભારત તરફથી સૌથી વધુ રન બનાવનાર બેટર
સૂર્યકુમાર યાદવે આ વર્ષે 40.66ની એવરેજ અને 180.29ની સ્ટ્રાઇક રેટથી 732 રન બનાવ્યા છે અને શિખર ધવનથી આગળ નિકળી એક કેલેન્ડર વર્ષમાં સર્વાધિક રન બનાવનાર બેટર બની ગયો છે. શિખર ધવને 2018માં 689 રન બનાવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે