ડાકણનો વહેમ રાખીને વહુએ વૃદ્ધ કાકી સાસુની હત્યા કરી, ક્રુરતાપૂર્વક હાથનું કાંડું પણ કાપી નાંખ્યું
Trending Photos
હકીમ ઘડિયાળી/છોટાઉદેપુર :ગુજરાતમાં હાલ પણ અંધશ્રદ્ધાના કિસ્સા સામે આવી રહ્યા છે ત્યારે છોટા ઉદેપુર જિલ્લાના મધ્યપ્રદેશની બોર્ડર પર આવેલા ગામોમાં હજી પણ અંધશ્રદ્ધાના કિસ્સા સામે આવી રહ્યા છે ભત્રીજા વહુએ કાકી સાસુની ડાકણનો વહેમ રાખી હત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
છોટાઉદેપુર જિલ્લાના છેવાડાના ખડખડ ગામે ડાકણનો વહેમ રાખી કાકી સાસુની પાળિયાના ઉપરા છાપરી ઘા મારી કાકી સાસુને મોતને ઘાટ ઉતારી છે. છોટાઉદેપુર જિલ્લો એ આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે. ત્યારે હજુપણ છેવાડા ગામોમાં અંધશ્રદ્ધાના કિસ્સા બનતા રહે છે. ખડખડ ગામે રહેતી ભત્રીજા વહુ રંગલી કેમતભાઈ રાઠવાની 14 વર્ષીય પુત્રી થોડા મહિના અગાઉ ગુજરી ગઈ હતી. જેને ગામમાં રહેતા કાકી સાસુ હિંગળીબેન ધનસિંગભાઈ રાઠવા તેને ખાઈ ગઈ હોઈ તેવો વહેમ રાખી કાકી સાસુને મોતને ઘાટ ઉતારી દીધી. કાકી સાસુ પાણી ભરતી હતી, ત્યાંથી 20 ફૂટ દૂર સુધી પાળિયાના ઘા મારતી મારતી તેને લાવી હતી અને ઘર આંગણે મોતને ઘાટ ઉતારી કરપીણ હત્યા કરી હતી. પાળિયાના ઘા ગળા પર માથામાં માર્યા હતા. તેમજ કાકી સાસુના હાથના કાંડાને કાપી નાખ્યું હતું અને છાતીના ભાગે ઘા મારી બેરહેમીપૂર્વક હત્યા કરવામાં આવી હતી.
આરોપી રંગલીબેન રાઠવાનો એક વર્ષનો છોકરો અને 6 વર્ષની છોકરી પણ છે. રંગલીબેન રાઠવાને આવેલો ગુસ્સાનો ભોગ તેના બે બાળકો બની રહ્યા છે. માતા જેલમાં જવાથી બંને બાળકો અનાથ આવ્યો છે. સૌથી નાનું એક વર્ષનું બાળક કે જેને દુનિયા હજુ જોવાની શરૂવાત કરી છે. ત્યારે માતા સાથે કુમળી વયે જેલમાં જવા મજબુર બની ગયો છે. આ બાબતની જાન રંગપુર પોલીસને થતા રંગપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. આરોપી રંગલીબેન રાઠવાની પોલીસે ગણતરીના કલાકમાં જ અટકાયત કરી હતી અને કોરોના ટેસ્ટ કરવાની કાર્યવાહી કરી. આ બાબતે રંગપુર પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે