Team India માટે મોટો બોજ બની ગયો છે આ ખેલાડી, સમગ્ર T20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં કોહલી રમવાની તક જ નહીં આપે!

T20 World Cup 2021 ની UAE માં શરૂઆત થઈ ચૂકી છે. ટી20 વર્લ્ડ કપ (T20 World Cup 2021) માં ભારત પોતાની પહેલી મેચ 24 ઓક્ટોબરના રોજ પાકિસ્તાન સામે રમશે. ભારત ટી20 વર્લ્ડ કપમાં હજુ સુધી પાકિસ્તાન સામે એક પણ મેચ હાર્યું નથી. આવામાં આ મેચ જીતવા માટે ભારત કોઈ પણ સંજોગોમાં પોતાની બેસ્ટ પ્લેઈિંગ ઈલેવન ઉતારશે.

Team India માટે મોટો બોજ બની ગયો છે આ ખેલાડી, સમગ્ર T20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં કોહલી રમવાની તક જ નહીં આપે!

નવી દિલ્હી:  T20 World Cup 2021 ની UAE માં શરૂઆત થઈ ચૂકી છે. ટી20 વર્લ્ડ કપ (T20 World Cup 2021) માં ભારત પોતાની પહેલી મેચ 24 ઓક્ટોબરના રોજ પાકિસ્તાન સામે રમશે. ભારત ટી20 વર્લ્ડ કપમાં હજુ સુધી પાકિસ્તાન સામે એક પણ મેચ હાર્યું નથી. આવામાં આ મેચ જીતવા માટે ભારત કોઈ પણ સંજોગોમાં પોતાની બેસ્ટ પ્લેઈિંગ ઈલેવન ઉતારશે. એક ખેલાડી ટીમ ઈન્ડિયા માટે જો કે મોટો બોજ બની રહ્યો છે. આવામાં કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)  કદાચ આ ખેલાડીને ટી20 વર્લ્ડ કપમાં પ્લેઈંગ ઈલેવનમાં ભાગ્યે જ તક આપે. એવું પણ બની શકે કે વિરાટ કોહલી તે ખેલાડીને આખી ટુર્નામેન્ટમાંથી બહાર રાખી શકે છે. 

ટીમ ઈન્ડિયા માટે મોટો બોજ બન્યો આ ખેલાડી
સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) ટીમ ઈન્ડિયા માટે બોજો સાબિત થઈ રહ્યો છે. લાંબા સમયથી આ ખેલાડીનો ફ્લોપ શો ચાલુ છે. આવામાં આ ખેલાડીના ખરાબ ફોર્મના કારણે કેપ્ટન વિરાટ કોહલી આખી ટી20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં તેને તક નહીં આપે. સૂર્યકુમાર યાદવની જગ્યાએ ઈશાન કિશને પોતાની જબરદસ્ત બેટિંગથી ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા મેળવવા માટે મજબૂત દાવો ઠોક્યો છે. ટી20 વર્લ્ડ કપ અગાઉ વોર્મઅપ મેચમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 7 વિકેટથી હરાવીને ટુર્નામેન્ટમાં પોતાના મજબૂત ઈરાદા જાહેર કરી નાખ્યા. 

સમગ્ર ટી20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં કોહલી નહીં આપે તક!
ઈશાન કિશને એવું જબરદસ્ત ફોર્મ દેખાડ્યું કે ઈંગ્લેન્ડ પાસે તેનો કોઈ જવાબ નહતો. ઈશાને 46 બોલમાં 70 રન કર્યા. જેમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગા સામેલ રહ્યા. જ્યારે સૂર્યકુમાર યાદવ 8 રન બનાવીને પેવેલિયન ભેગો થયો. પ્લેઈંગ ઈલેવન અંગે હવે વિરાટ કોહલીનું ટેન્શન વધી ગયું છે. રોહિત શર્મા સાથે ઓપનિંગમાં કેએલ રાહુલને પ્લેઈંગ ઈલેવનમાં તક અપાશે. નંબર 3 પર વિરાટ કોહલીની જગ્યા ફિક્સ છે. ભારતે જો મેચ જીતવી હોય તો કેપ્ટન વિરાટ કોહલી નંબર 4 પર સૂર્યકુમાર યાદવનું પત્તું કાપીને ઈશાન કિશનને તક આપશે. ઈશાન કિશન જબરદસ્ત બેટિંગ અને વિકેટ કિપિંગમાં પણ જોરદાર છે. આઈપીએલ બાદ ટી20 વર્લ્ડ કપમાં પણ સૂર્યકુમાર યાદવનું નબળું પ્રદર્શન રહ્યું. આ ખરાબ ફોર્મને જોઈને દરેક જણ નિરાશ થયા છે. 

ખુબ જ ખતરનાક છે ઈશાન કિશન
ઈશાન કિશન ખુબ જ ખતરનાક બેટર છે. આ વર્ષે મુંબઈ આઈપીએલ પ્લેઓફ માટે ક્વોલિફાય ન કરી શક્યું પરંતુ તેની છેલ્લી લીગ મેચમાં ઈશાન કિશને ધમાલ મચાવી હતી. છેલ્લી લીગ મેચમાં જ્યારે મુંબઈ ઈન્ડિયન્સનો સામનો સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે થયો હતો. આ કરો યા મરોની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે જીતવું જરૂરી હતું. મુંબઈ પ્લેઓફમાં તો ન પહોંચી શકી પરંતુ આ મેચમાં ઈશાનના બેટે ખુબ ગદર મચાવ્યું. ઈશાને આ મેચમાં ફક્ત 32 બોલમાં 84 રન ઠોકી દીધા. 

સતત ખરાબ ફોર્મમાં છે આ ખેલાડી
સૂર્યકુમાર યાદવના પ્રદર્શન પર સતત અનેક પ્રકારના સવાલ ઊભા થઈ રહ્યા છે. સૂર્યકુમાર યાદવ પર એક નજર ફેરવીએ તો આઈપીએલમાં તેનું પ્રદર્શન ખુબ ખરાબ રહ્યું. T20 World Cup 2021 ની શરૂઆત યુએઈમાં થઈ ચૂકી છે અને સોમવારે ભારતે પોતાની પહેલી વોર્મઅપ મેચમાં ઈંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું. આઈપીએલ બાદ ટી20 વર્લ્ડ કપમાં પણ સૂર્યકુમાર યાદવે બધાને નિરાશ કર્યા. ટીમ ઈન્ડિયાના સિલેક્ટર્સે ટી20 વર્લ્ડ કપ ટીમમાં સૂર્યકુમાર યાદવ માટે શ્રેયસ ઐય્યર જેવા ટેલેન્ટેડ ખેલાડીની અવગણના કરી હતી. શ્રેયસ ઐય્યરને રિઝર્વ ખેલાડી તરીકે રાખ્યો છે. સૂર્યકુમાર યાદવ ઈંગ્લેન્ડ વિરુદ્ધ સોમવારે રમાયેલી ટી20 વર્લ્ડ કપની વોર્મઅપ મેચમાં માત્ર 8 રન બનાવીને પેવેલિયન ભેગો થયો હતો. 

ભારત જીતી શકે છે ટી20 વર્લ્ડ કપ
ભારત આ વર્ષે ટી20 વર્લ્ડ કપ જીતવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યું છે. પરંતુ એક ટીમ એવી પણ છે જે ટીમ ઈન્ડિયાનું ટ્રોફી જીતવાનું સપનું તોડી શકે છે.  આ ટીમ છે વેસ્ટ ઈન્ડિઝ. વેસ્ટ ઈન્ડિઝે વર્ષ 2016માં રમાયેલા ગત ટી20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં ભારતને સેમીફાઈનલમાં હરાવીને બહાર કર્યું હતું. 2016 ટી20 વર્લ્ડ કપનો ખિતાબ પણ વેસ્ટ ઈન્ડિઝે જીત્યો હતો. જે આ વખતે ડિફેન્ડિંગ ચેમ્પિયન પણ છે. 

આ ટીમ ભારત માટે જોખમ
વેસ્ટઈન્ડિઝના લગભગ તમામ ખેલાડીઓ ટી20 સ્પેશિયાલિસ્ટ છે જે દુનિયાભરમાં ટી20 લીગ રમીને મજબૂત થઈ ચૂક્યા છે. આઈપીએલમાં પણ વેસ્ટઈન્ડિઝના ખેલાડીઓનું અન્ય ખેલાડીઓની સરખામણીએ સારું પ્રદર્શન જોવા મળે છે. એમએસ ધોનીની કેપ્ટનશીપ હેઠળ ભારતે 2007માં ટી20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. પરંતુ ત્યારબાદ આ ટ્રોફી ભારત જીતી શક્યું નથી. આ વખતે ભારત કોઈ પણ રીતે ટી20 વર્લ્ડ કપ ટ્રોફી જીતવા ઈચ્છશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news