T20 Cricket : અજલિનો વર્લ્ડ રેકોર્ડ, શૂન્ય રનમાં ઝડપી 6 વિકેટ, 16 રનમાં ઓલઆઉટ કરી ટીમ
અંજલિ ચંદે(Anjali Chand) મેચની સાતમી ઓવરમાં ત્રણ વિકેટ અને નવમી ઓવરમાં બે વિકેટ લીધી હતી. ઈનિંગ્સની 11મી ઓવરમાં તેણે વધુ એક વિકેટ લઈને માલદીવની ટીમને ઓલઆઉટ કરી દીધી હતી. મિડિયમ પેસર અંજલિએ સમગ્ર મેચમાં માત્ર 13 બોલ ફેંક્યા હતા.
Trending Photos
પોખારાઃ આંતરરાષ્ટ્રી ટી20 ક્રિકેટમાં(International T20 Cricket) સોમવારનો દિવસ ઐતિહાસિક બન્યો. નેપાળની(Nepal) મહિલા ક્રિકેટર અંજલિ ચંદે(Anjali Chand) આ દિવસે એક પણ રન આપ્યા વગર 6 વિકેટ(6 Wicket) ઝડપવાનો વર્લ્ડ રેકોર્ડ (World Record) બનાવી નાખ્યો. તેણે માલદીવની(Maldives) ટીમ સામે આ રેકોર્ડ બનાવ્યો છે. આ સાથે જ અંજલિ(Anjali) ટી20માં મહિલા અને પુરુષ બંને ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારી બોલર બની ગઈ છે.
નેપાળ(Nepal) સામેની આ મેચમાં માલદીવ(Maldives) પ્રથમ બેટિંગ કરવા ઉતર્યું હતું. ટીમ પ્રથમ બેટિંગનો ફાયદો ઉઠાવી શકી નહીં અને માત્ર 16 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ. નેપાળે આ લક્ષ્ય માત્ર 0.5 ઓવરમાં મેળવી લીધું હતું. આ રીતે નેપાળની ટીમે 115 બોલ બાકી હતા એ પહેલા જ 10 વિકેટે વિજય મેળવી લીધો હતો. નેપાળ-માલદીવ વચ્ચેની આ મેચ ચાર દેશની ટૂર્નામેન્ટનો એક ભાગ છે. આ ટૂર્નામેન્ટમાં શ્રીલંકા અને બાંગ્લાદેશની મહિલા ટીમ પણ ભાગ લઈ રહી છે.
માત્ર 13 બોલમાં શૂન્ય રન આપી 6 વિકેટ
અંજલિ ચંદે(Anjali Chand) મેચની સાતમી ઓવરમાં ત્રણ વિકેટ અને નવમી ઓવરમાં બે વિકેટ લીધી હતી. ઈનિંગ્સની 11મી ઓવરમાં તેણે વધુ એક વિકેટ લઈને માલદીવની ટીમને ઓલઆઉટ કરી દીધી હતી. મિડિયમ પેસર અંજલિએ સમગ્ર મેચમાં માત્ર 13 બોલ ફેંક્યા હતા.
હૈદરાબાદ ગેંગરેપને લઇ દેશભરમાં આક્રોશ, આરોપીને ફાંસીની સજાની માગ... જુઓ વીડિયો....
આ સાથે જ અંજલિએ મહિલા આંતરરાષ્ટ્રીય ટી20 ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ બોલિંગનો રેકોર્ડ પોતાને નામ કરી લીધો. આ અગાઉ માલદીવની જ મેસ ઈલ્યાસાએ ચીન સામે આ વર્ષે ત્રણ રન આપીને 6 વિકેટ ઝડપી હતી. પુરુષ ક્રિકેટમાં ટી20માં સર્વશ્રેષ્ઠ બોલિંગનો રેકોર્ડ ભારતના દીપક ચાહરના નામે છે, જેણે 10 નવેમ્બરના રોજ બાંગ્લાદેશ સામે 3.2 ઓવરમાં 7 રન આપીને 6 વિકેટ લીધી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે