Live: વડોદરા ક્રાઇમ બ્રાંચે દુષ્કર્મનાં આરોપીઓનો નવો સ્કેચ જાહેર કર્યો
નવલખી ગ્રાઉન્ડ અને પાછળનો વિસ્તાર ખુબ જ ગીચ વિસ્તાર છે. નિકળવા માટેનાં અનેક રસ્તાઓ છે. ખુબ જ અઘરી કામગીરી ચાલી રહી છે. આસપાસનાં વિસ્તારોનાં અનેક સીસીટીવી ફુટેજ મળી આવ્યા છે. 2 શંકાસ્પદ ઇસમો મળી આવ્યા હતા. જો કે તેની તપાસ કરતા તેઓ આરોપી નહી હોવાનું સામે આવ્યા છે. રેલવે સ્ટેશન અને રેલવે માર્ગ પર પણ તપાસ કરી રહ્યા છીએ. જંગલ વિસ્તાર અને ઝાડી ઝાંકરામાંથી ચાલીને આવતો હોય તે રેલવે લાઇન પર પણ ચાલીને આવ્યો હોય તેવી શક્યતા છે. 300થી વધારે લોકોને રાઉન્ડ અપ કર્યા છે.
Trending Photos
વડોદરા : નવલખી ગ્રાઉન્ડ અને પાછળનો વિસ્તાર ખુબ જ ગીચ વિસ્તાર છે. નિકળવા માટેનાં અનેક રસ્તાઓ છે. ખુબ જ અઘરી કામગીરી ચાલી રહી છે. આસપાસનાં વિસ્તારોનાં અનેક સીસીટીવી ફુટેજ મળી આવ્યા છે. 2 શંકાસ્પદ ઇસમો મળી આવ્યા હતા. જો કે તેની તપાસ કરતા તેઓ આરોપી નહી હોવાનું સામે આવ્યા છે. રેલવે સ્ટેશન અને રેલવે માર્ગ પર પણ તપાસ કરી રહ્યા છીએ. જંગલ વિસ્તાર અને ઝાડી ઝાંકરામાંથી ચાલીને આવતો હોય તે રેલવે લાઇન પર પણ ચાલીને આવ્યો હોય તેવી શક્યતા છે. 300થી વધારે લોકોને રાઉન્ડ અપ કર્યા છે.
PM મોદીનું સપનું રોળશે ઉદ્ધવ ઠાકરે? બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષા કરશે મહારાષ્ટ્ર સરકાર
તમામ શંકાસ્પદને ઝડપી રાઉન્ડઅપ કરી રહ્યા છીએ. તેમનાં લોકેશન ટ્રેસ કરવાનાં પ્રયાસો કરી રહ્યા છીએ. અકોટાબ્રિજ, સહિતનાં આસપાસનાં વિસ્તારમાં લોકો આવતા રહે છે. માટે આરોપીઓને પકડવા ખુબ જ અઘરૂ કામકાજ છે. નવા સ્કેચ જાહેર કરી રહ્યા છીએ. સ્કેચનું ત્રીજુ વર્ઝન આવી રહ્યા છે. જો કે લોકોને અપીલ છે કે સ્કેચને મળતા આવતા લોકો દેખાય તો પોલીસને જાણ કરવી. કોઇ ભળતા સળથા વ્યક્તિ સાથે ઘર્ષણ કરવું નહી તે પણ અપીલ કરી છે. ક્રાઇમ બ્રાંચ સાચો આરોપી ઝડપાય અને ખોટો વ્યક્તિ ન ફીટ ન થઇ જાય તેવા પ્રયાસો કરી રહી છે.
અધિકારીઓએ ચેકિંગ કર્યું તો, BRTS ડ્રાઈવરોની મોટી પોલ ખૂલી
ગ્રાઉન્ડ નજીક ઉર્સ ચાલી રહ્યો હતો. આ ઉપરાંત આસપાસમાં ઘણુ કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું હતું તેથી મજુરોની વસ્તી પણ ઘણી વધારે છે. આ ઉપરાંત ખુલ્લો વિસ્તાર હોવાથી અસામાજીક તત્વો પણ અહીં અડ્ડો જમાવીને બેઠા હોય છે. આવી તમામ શક્યતાઓને ધ્યાને રાખીને કામગીરી કરવામાં આવી રહી છે. આ તપાસમાં એની ખાસ તકેદારી રાખવમાં આવી રહી છે કે, ખોટી વ્યક્તિ ફીટ ન થઇ જાય અને સાચો આરોપી છુટી પણ જાય નહી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે