T20I Rankings: પાકિસ્તાનનો દબદબો ખતમ, સૂર્યકુમાર બન્યો નંબર-1 બેટર, કોહલી પણ ટોપ-10માં
Suryakuamr Yadav: ICC ના તાજા ટી20 આંતરરાષ્ટ્રીય રેન્કિંગમાં સૂર્યકુમાર યાદવ વિશ્વનો નંબર વન બેટર બની ગયો છે. તેણે પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાનને પછાડી આ સિદ્ધિ હાસિલ કરી છે.
Trending Photos
નવી દિલ્હીઃ ICC T20I Batting Rankings: બેટરોના આઈસીસી ટી20 રેન્કિંગમાં લાંબા સમયથી પાકિસ્તાની બેટરોનો દબદબો હતો. ક્યારેક બાબર આઝમ તો ક્યારેક મોહમ્મદ રિઝવાન નંબર-1 પર હતા. પરંતુ હવે નવા રેન્કિંગમાં પાકિસ્તાની બેટરોનો દબદબો ખતમ થઈ ગયો છે. ભારતનો વિસ્ફોટક બેટર સૂર્યકુમાર યાદવ ટોપ પર પહોંચી ગયો છે.
સૂર્યકુમાર યાદવને હાલમાં ટી20 વિશ્વકપમાં બેક ટૂ બેક ફટકારેલી અડધી સદીથી ફાયદો થયો છે. નેધરલેન્ડ્સ વિરુદ્ધ સૂર્યાએ 25 બોલમાં 51 રન રન બનાવ્યા હતા. ત્યારબાદ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ પર્થમાં સૂર્યાએ પોતાના ટી20 કરિયરની દમદાર ઈનિંગ રમી હતી. તેણે 40 બોલમાં 68 રન બનાવ્યા હતા. તેની આ ઈનિંગ એવા સમયે આવી હતી, જ્યારે ભારતીય ટીમે 49 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી.
𝐒𝐊𝐘 𝐇𝐈𝐆𝐇 🌟
Suryakumar Yadav is the new No.1 Men's T20I batter 👑
— ICC (@ICC) November 2, 2022
ટોપ-10માં બે ભારતીય
સૂર્યકુમાર યાદવ હવે 863 પોઈન્ટની સાથે T20I બેટરોના રેન્કિંગમાં ટોપ પર છે. તે મોહમ્મદ રિઝવાન (842) થી 21 પોઈન્ટ આગળ છે. અહીં ત્રીજા સ્થાન પર ડેવોન કોનવે (792) અને ચોથા ક્રમ પર બાબર આઝમ (780) છે. પાંચમાં નંબર પર એડન માર્કરમ (767) એ કબજો કર્યો છે. ટોપ-10માં ડેવિડ મલાન (743), ગ્લેન ફિલિપ્સ (703), રિલી રોસો (689) આરોન ફિંચ (687) અને વિરાટ કોહલી (638) નું નામ સામેલ છે.
T20I માં 177+ ની સ્ટ્રાઇક રેટ
સૂર્યકુમાર યાદવે આ વર્ષે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 8 અડધી સદી અને એક સદી ફટકારી છે. તે ટી20 આંતરરાષ્ટ્રીયમાં 40+ની એવરેજથી રન બનાવી રહ્યો છે. તેની સ્ટ્રાઇક રેટ પણ 177ની ઉપર છે. પોતાના 37 T20I મુકાબલામાં જ સૂર્યકુમાર યાદવ એક હજારથી વધુ રન ફટકારી ચુક્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે