સુરેશ રૈના ઈચ્છે છે આ વખતે RCB જીતે IPL ટાઈટલ, કારણ પણ જણાવ્યું
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં મંગળવારથી પ્લેઓફના મુકાબલા શરૂ થશે. પ્રથમ વખત ટાઇટલ જીતવાના ઈરાદાથી ઉતરેલી આરસીબીની ટક્કર એલિમિનેટરમાં લખનઉ સામે થશે.
Trending Photos
નવી દિલ્હીઃ આઈપીએલ-2022માં લીગ મેચ સમાપ્ત થઈ ગઈ છે અને હવે પ્લેઓફના મુકાબલા મંગળવારથી રમાવાના છે. રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ પણ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને રહીને પ્લેઓફમાં પહોંચી છે. ત્યારે પૂર્વ ક્રિકેટર સુરેશ રૈના ઈચ્છે છે કે રોયલ ચેલેન્જર્સ બેંગલોર આ વખતે આઈપીએલ ટ્રોફી જીતી. ફાફ ડુ પ્લેસિસની આગેવાનીમાં આરસીબીએ લીગ સ્ટેજમાં 8 મેચ જીતી પ્લેઓફમાં પ્રવેશ કર્યો છે. પરંતુ આરસીબીએ ટાઈટલ જીતવા માટે સતત ત્રણ મેચ જીતવી પડશે, કારણ કે ટીમે પહેલા એલિમિનેટર, ત્યારબાદ ક્વોલિફાયર અને પછી ફાઇનલ જીતવી પડશે.
પ્લેઓફ રાઉન્ડ પહેલા ચેન્નઈ સુપર કિંગ્સના પૂર્વ ખેલાડી અને આઈપીએલ ચેમ્પિયન સુરેશ રૈનાએ સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાત કરતા કહ્યુ- હું ખરેખર ઈચ્છુ છું કે આ વખતે આરસીબી આઈપીએલ ટ્રોફી જીતી, તેનું મુખ્ય કારણ વિરાટ કોહલી છે. રૈનાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ કે, આરસીબીએ વિરાટ કોહલી માટે આઈપીએલ 2022નું ટાઈટલ જીતવુ જોઈએ. પરંતુ ટીમ પ્લેઓફમાં માંડ-માંડ પહોંચી છે.
આ પણ વાંચોઃ ENG vs IND Test Team: ઇગ્લેંડ વિરૂદ્ધ ટેસ્ટ માટે ટીમ ઇન્ડીયાની જાહેરાત, જુઓ કોને થયો સમાવેશ
રોયલ ચેલેન્જર્સ બેંગલોરે પહેલા લખનઉ સુપર જાયન્ટ્સ સામે એલિમિનેટર મુકાબલામાં ટકરાવુ પડશે ત્યારબાદ તેમાં જીત મેળવી ક્વોલિફાયર-1માં હારનારી ટીમ સામે ક્વોલિફાયર-2માં રમવુ પડશે. આ બંને મેચ જીતીને આરસીબીએ ફાઇનલની ટિકિટ મેળવવી પડશે. આ રીતે આરસીબીએ પ્રથમવાર આઈપીએલની ટ્રોફી જીતવા માટે સતત ત્રણ મેચ જીતવી પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે