સુનિલ છેત્રી 2018ના ફૂટબોલ વર્લ્ડકપ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સ્ટારપિક સાથે જોડાયો

વૈશ્વિક સ્તરના નિષ્ણાતો અને વિશ્લેષકોના નેતૃત્વમાં દેશમાં સ્ટારપિક સૌથી વ્યાપક કાલ્પનિક રમત પ્લેટફોર્મ તરીકે જાણીતું છે.

સુનિલ છેત્રી 2018ના ફૂટબોલ વર્લ્ડકપ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સ્ટારપિક સાથે જોડાયો

નવી દિલ્હી: સ્ટારપિક, જે વિશ્વનું સૌથી મોટું ઓનલાઈન ફૅન્ટેસી સ્પોર્ટ્સ પ્લેટફોર્મ છે તેને આજે પોતાના પ્લેટફોર્મ પર ફૂટબોલ વર્લ્ડ કપ માટે 20 કરોડ રૂપિયાના ઇનામો ઓફર કરવાની જાહેરાત કરી, જેમાં ભારતીય રાષ્ટ્રીય ફૂટબોલ ટીમના કેપ્ટન સુનિલ છેત્રીને બ્રાન્ડ એમ્બેસેડર અને સ્ટારપીકના કો-  સ્થાપક અને સીઇઓ ત્રિગમ મુખર્જી ઉપસ્થિત રહયા હતા. આ પ્લેટફોર્મ ક્રિકેટ, કબડ્ડી, યુરોપીયન ફૂટબૉલ, હૉકી, બાસ્કેટબૉલ, ફોર્મ્યુલા 1, ગોલ્ફ, સાયકલ રેસિંગ સહિતના સમગ્ર વિશ્વમાં બહોળી રમત પોર્ટફોલિયોને ઓફર કરે છે.વૈશ્વિક સ્તરના નિષ્ણાતો અને વિશ્લેષકોના નેતૃત્વમાં દેશમાં સ્ટારપિક સૌથી વ્યાપક કાલ્પનિક રમત પ્લેટફોર્મ તરીકે જાણીતું છે.

સ્ટારપીકના કો-  સ્થાપક અને સીઇઓ ત્રિગમ મુખર્જીએ જણાવ્યું કે "અમે ભારતીય ફૂટબોલના સાચા ચેમ્પિયન સુનિલ છેત્રીને અમારા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કરીને ખુબજ ઉત્સાહિત છીએ,  અમને આશા છે કે તેમાં ફૂટબોલના જ્ઞાનનો લાભ ઘણા લોકોને મળશે અને તે લોકો સાથે પોતાનું ફૂટબોલ માટેનું દ્રષ્ટિકોણ વહેંચશે. અમે ફૂટબોલને ભારતને જોડે એવી ભાષા સાથે રજુ કરવા માટે ઘણા આતુર છીએ."

વધુમાં તેમને જણાવ્યું કે " જ્યારે આ રમત ધીમે ધીમે ભારતમાં વધી રહી છે, ત્યારે અમે મેટ્રો શહેરોમાં નહીં પરંતુ ટાયર 2 અને ટિઅર 3 શહેરોમાં ઈન્ટરનેટ પ્રવેશ, ફૅન્ટેસી સ્પોર્ટ્સ પ્લેટફોર્મ્સ ની ઍક્સેસ અને પ્રશંસક સંલગ્નતાને કારણે પણ રોમાંચિત છીએ. વધુમાં, આ રમત માટેના ઉત્કટમાં કોઈ જાતિ વિભાજન નથી અને અમારી મહિલા પ્રેક્ષકોના વધતા પ્રતિભાવથી અમને પ્રોત્સાહિત કરવામાં આવે છે."

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news