SLvsENG: શ્રીલંકાએ ટેસ્ટ ટીમ કરી જાહેર, એન્જેલો મેથ્યુસનું પુનરાગમન
શ્રીલંકા અને ઈંગ્લેન્ડ વચ્ચે 6 નવેમ્બરથી ટેસ્ટ શ્રેણી રમાશે. બંન્ને ટીમો આ પહેલા વનડે અને ટી20 મેચ રમશે.
Trending Photos
કોલંબોઃ વનડે અને ટી20 ટીમમાંથી કેપ્ટનશિપ ગુમાવનાર શ્રીલંકાના એન્જેલો મેથ્યુસ ટેસ્ટ ટીમમાં પોતાનું સ્થાન બચાવવામાં સફળ રહ્યો છે. શ્રીલંકાએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ નવેમ્બરમાં રમાનારી ત્રણ મેચોની ટેસ્ટ શ્રેણી માટે ટીમની જાહેરાત કરી છે. જેમાં મેથ્યુસને સ્થાન આપવામાં આવ્યું છે.
શ્રીલંકા ક્રિકેટ બોર્ડે ગુરૂવારે ટીમની જાહેરાત કરી હતી. તેમાં ઓપનર કૌશલ સિલ્વા અને સ્પિનર મલિંદા પુષ્પકુમારાને સામેલ કરવામાં આવ્યા છે. કૌશલ સિલ્વાએ અંતિમ ટેસ્ટ મેચ ગત વર્ષે ઓક્ટોબરમાં રમી હતી.
ટીમમાં પાંચ સ્પિનરોનો સમાવેશ
શ્રીલંકાની ટીમમાં પાંચ સ્પિનરોને સ્થાન આપવામાં આવ્યું છે. ગત વર્ષે ભારત વિરુદ્ધ પર્દાપણ કરનાર પુષ્પકુમારાને ટીમમાં પાંચમાં સ્પિનર તરીકે સામેલ કરવામાં આવ્યો છે. આ સિવાય રંગના હેરાથ, લક્ષણ સંદકાના, દિલરૂવાન પરેરા અને અકિલા ધનંજય ટીમમાં છે.
ત્રણ ફાસ્ટ બોલરોનો સમાવેશ
ટીમમાં સુરંગા લકમલ, લાહિરૂ કુમારા અને કુશન રજિથાના રૂપમાં ત્રણ ફાસ્ટ બોલર પસંદ કરવામાં આવ્યા છે. કુમારા હજુ ઈજામાંથી સંપૂર્ણ સ્વસ્થ થયો નથી.
આળશને કારણે વનડે ટીમમાંથી બહાર થયો મેથ્યુસ
શ્રીલંકાના ક્રિકેટ બોર્ડે હાલમાં એન્જેલો મેથ્યુસને કેપ્ટન પદેથી હટાવ્યો હતો. ત્યારબાદ તેને ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાનારી વનડે અને ટી-20 શ્રેણી માટે ટીમમાંથી પણ બહાર કર્યો હતો. મેથ્યુસે તેનો વિરોધ કરતા કહ્યું હતું કે, એશિયા કપમાં ખરાબ પ્રદર્શન માટે મને બલીનો બકરો બનાવવામાં આવી રહ્યો છે. બાદમાં શ્રીલંકાના મુખ્ય પસંદગીકાર ગ્રૈમ લૈબરોયે જણાવ્યું કે, દોડવામાં સુસ્તીને કારણે મેથ્યુસને બહાર કરવામાં આવ્યો છે.
ટીમઃ દિનેશ ચંડીમલ (કેપ્ટન), દિમુથ કરૂણારત્ને, કૌશલ સિલ્વા, કુશલ મેન્ડિસ, એન્જેલો મેથ્યુસ, નિરોશન ડિકવેલા, ધનંજય ડી સિલ્વા, રોશન સિલ્વા, દિલરૂવાન પરેરા, રંગના હેરાથ, માલિંદા પુષ્પકુમારા, અકિલા ધનંજય, સુરંગા લકમલ, કાસુન રજિથા, લક્ષણ સંદકાના, લાહિરૂ કુમારા (ફિટનેસ પર નિર્ભર).
શ્રીલંકા-ઈંગ્લેન્ડ શ્રેણીનો કાર્યક્રમ
તારીખ મેચ સ્થળ
10 ઓક્ટોબર પ્રથમ વનડે દાંબુલા
13 ઓક્ટોબર બીજી વનડે દાંબુલા
17 ઓક્ટોબર ત્રીજી વનડે કેન્ડી
20 ઓક્ટોબર ચોથી વનડે કેન્ડી
23 ઓક્ટોબર પાંચમી વનડે કોલંબો
27 ઓક્ટોબર એકમાત્ર ટી-20 કોલંબો
6 નવેમ્બર પ્રથમ ટેસ્ટ ગોલ
14 નવેમ્બર બીજી ટેસ્ટ કેન્ડી
23 નવેમ્બર ત્રીજી ટેસ્ટ કોલંબો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે